ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં નબળા મોબાઈલ નેટવર્કથી ગ્રાહકો પરેશાન
વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા પંથકના ૨૦૦થી વધુ ગામોમાં નબળું કવરેજ
બાયડ, ડીઝીટલ ઈન્ડિયાના યુગમાં જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ફાનસ યુગમાં હોય તેવી સ્થિતિ છે. ડુંગરાળ વિસ્તારમાં બી.એસ.એન.એલ. સહિત ખાનગી કંપનીઓનું મોબાઈલ કવરેજ નબળું હોવાથી મોબાઈલ ધારકો રોજ પરેશાની ભોગવી રહ્યા છે.
જિલ્લાના વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાના અસંખ્ય ગામોમાં મોબાઈલ કવરેજના ધાંધિયા જાેવા મળી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે ખાનગી મોબાઈલ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં સરકારનું
બી.એસ.એન.એલ.તંત્ર પણ આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ સેવા સુધારવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. આજના યુગમાં મોબાઈલ ફોન વગર વિશ્વની કલ્પના અશક્ય છે. મોબાઈલના આવિષ્કારની આખી દુનિયા મુઠ્ઠીમાં આવી જતાં તેના અનેક સારા પરિણામો જાેવા મળી રહ્યાં છે.
ભૂતકાળમાં દોરડાવાળા ટેલિફોન એક મોભાદાર વ્યક્તિનું પ્રતિક હતા પરંતુ મોબાઈલ યુગ શરૂ થતાં દોરડાવાળા ટેલિફોન લુપ્ત થવાને આરે છે. જિલ્લામાં મોબાઈલના ગ્રાહકોને સેવા આપવા માટે બી.એસ.એન.એલ.તંત્રએ સર્વે કરાવી મોબાઈલ ટાવર ઉભા કરતાં શરૂઆતમાં બી.એસ.એન.એલ.ના ગ્રાહકોમાં ધરખમ વધારો જાેવા મળ્યો
પરંતુ ત્યાર પછી નેટવર્ક કથળતાં વધુને વધુ મોબાઈલ ગ્રાહકો ખાનગી કંપનીઓની સેવા તરફ વળ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છેવાડાના ગામો સુધી આજના યુગમાં પણ સંપૂર્ણપણે મોબાઈલ સેવાઓ પહોંચી ન શકતાં ડીઝીટલ ઈન્ડિયાને ઝાંખપ લાવી રહી છે.
જિલ્લામાં ડુંગરાળ વિસ્તારોમાં ખાનગી તો ઠઈક પંરુત બી.એસ.એન.એલ.તંત્રએ યોગ્ય મોબાઈલ ટાવરો ઉભા ન કરતાં નબળા નેટવર્કની ફરિયાદ કાયમી બની છે. વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા પંથકના ૨૦૦થી પણ વધુ ગામોમાં બી.એસ.એન.એલના નબળાં નેટવર્કથી ગ્રાહકો રોજ પરેશાની ભોગવી રહ્યાં છે.
મોબાઈલ ફોનમાંથી ક્યારેય ટાવર ગાયબ થઈ જાય તેનું કશું નક્કી હોતું નથી. આજના યુગમાં મોબાઈલ સેવા અત્યંત મહત્ત્વની સાબિત થઈ રહી છે ત્યારે બી.એસ.એન.એલ. વિભાગ ડુંગરાળ વિસ્તારોમાં મોબાઈલ સેવા વધુ સુદ્રઢ બનાવે તે સમયની જરૂરીયાત છે.