ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાનનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન અને મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ કર્યુ હતું.