ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચશે: રાજ્ય સરકાર

Files Photo
ગાંધીનગર, રાજ્યના જળસંપતિ અને પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નળ થી જળ પહોંચાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે.
વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં પ્રત્યુત્તર આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં નળથી જળ પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે જ વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં આ નિર્ધાર પૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.
ગૃહમાં દાહોદ જિલ્લામાં હર ઘર જલની સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી દાહોદ તાલુકાના ૮૮ ગામોમાં રૂ.૧૦૩.૨૬ કરોડના કામો મંજૂર કરીને ૭૪૮૭૭ ઘરો પૈકી ૩૪૫૨૦ ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે.
તેમણે ક્રમશઃ તાલુકા પ્રમાણે વિગતો આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ૭૫ ગામોમાં રૂ.૪૬.૯૩ કરોડના ખર્ચે ૫૧૦૦૯ ઘરો પૈકી ૨૮૩૫૩ ઘરોમાં, ઘાનપુર તાલુકાના ૬૬ ગામોમાં રૂ.૩૨ કરોડના ખર્ચે ૩૩૯૫૩ ઘરો પૈકી ૨૬૮૭૨ ઘરોમાં, ફતેપુરાના ૧૦૧ ગામો પૈકી રૂ. ૮૦.૮૦ કરોડના ખર્ચે ૪૮૧૬૫ ઘરો પૈકી ૩૪૬૧૬ ઘરોમાં, ગરબાળા તાલુકાના ૪૨ ગામોમાં રૂ.૩૬.૧૫ કરોડના ખર્ચે ૩૭૩૪૯ ઘરો પૈકી, ૨૦૭૯૩ ઘરોમાં, લીમખેડામાં ૮૦ ગામોમાં રૂ. ૫૭.૬૯ કરોડના ખર્ચે ૩૭૮૭૯ ઘરો પૈકી ૧૯૯૫૫ ઘરોમાં, સંજેલી તાલુકાના ૫૬ ગામોમાં રૂ.૩૦.૫૬ કરોડના ખર્ચે ૨૧૪૦૯ ઘરો પૈકી ૧૬૩૫૮ ઘરોમાં , સિંગવડ તાલુકાના ૫૭ ગામોમાં રૂ. ૩૫.૩૪ કરોડના ખર્ચે ૨૫૭૬૯ ઘરો પૈકી ૧૬૪૨૨ ઘરોમાં અને ઝાલોદ તાલુકાના ૧૦૫ ગામોમાં રૂ. ૧૦૮.૯૦ કરોડના ખર્ચે ૭૯૧૯૩ ઘરો પૈકી ૪૯૮૬૫ કામોમાં નળ સે જળ અંતર્ગત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
બાકીના ઘરોમાં ખૂબ જ ટૂંકાગાળામાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે. વધુમાં ઋષિકેષ પટેલે કહ્યુ કે, રાજ્યના તમામ ગામો અને ફળિયાઓને સરફેસ સોર્સ આધારિત પાણીથી જાેડવાનું આયોજન કર્યું છે.
આ દરમિયાન લોકોને સમયસર નળના માધ્યમથી પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી જ્યાં જુથ યોજનાનું પાણી ઉપલબ્ધ નથી, તેવા ગામોમાં હયાત સ્થાનિક સ્ત્રોત આધારિત અને નવા સ્થાનિક સ્ત્રોતના માધ્યમથી પાણી પહોંચાડવાની કામગીરી કાર્યરત છે.SSS