ગુજરાતના દરેક શિક્ષિત યુવાનને રોજગારી મળે તે માટે સરકાર કટિબધ્ધ : શ્રી નરહરિ અમીન

આણંદ : રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારે યુવા પેઢીના ભાવિ ઘડતરની ચિંતા કરીને ગુજરાતના ઉદ્યોગોને અનુરૂપ માનવ સંશાધન તૈયાર કરવા સાથે યુવાધનને તક આપવાની આગવી પહેલ કરી છે.
શ્રી અમીને ઉમેર્યું કે, કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ રોજગારીની તકો મળે તે હેતુથી સમગ્ર રાજ્યના વિવિધ સ્થળોએ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યા છે.
શ્રી અમીને વલ્લભવિદ્યાનગરમાં રાજ્યના શિક્ષણ વિભાગ, સોજિત્રાની ભાઇકાકા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અમદાવાદની નોલેજ કોન્સેર્ટીયમ ઓફ ગુજરાત, સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ૬૦૦૦ હજારથી વધુ રોજગારીની તકો માટે પ્લેસમેન્ટ પૂરી પાડતા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ જોબફેરનો પ્રારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેનિય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ સરકારી અને અનુદાનિત કોલેજના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ તરત જ રોજગારી પ્લેસમેન્ટની તકો ઉપલબ્ધ થશે. મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૧૯૧થી વધુ કંપનીઓએ ભાગ લઇ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ માટે વિવિધ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી જે બે દિવસ ચાલશે.
શ્રી અમીનએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કુશળ નેતૃત્વમાં ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ મૂડી રોકાણ થઇ રહ્યું છે.તેમજ ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં પણ ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે.
શ્રી અમીને આગામી ૬ થી ૨૦ એપ્રિલ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૩૦ સ્થળોએ રાજ્યના ઉધોગેને સાંકળીને વિધાર્થીઓને સ્થળ પર જ રૂબરૂ મુલાકાત કરીને નોકરીના ઓર્ડર આપવાના સરકારના આગામી આયોજન વિશે જણાવીને સ્થાનીક વિધાર્થીઓને સ્થાનીક નોકરી મળી રહે તે માટે સરકારના પ્રય્તનો હોવાનું કહ્યુ હતુ.
શ્રી અમીને મહિલા સશક્તિકરણ વિશે સરકારનો અભિગન દર્શાવતા કહ્યુ કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓનું મંડળ એટલે કે સખીમંડળ ની સ્થાપના કરીને મહિલાઓને રોજગારી અપાવીને પગભર કર્યા છે તેમજ આ સખીમંડળમાં રોજગારી રળીને ઘણી મહિલાઓ પોતાના પરિવારનું ગુજરાન ખુબ જ સારી રીતે ચલાવી રહી હોવાનું ઉમેર્યુ હતુ.
શ્રી અમીને કહ્યું કે, કોલેજ તેમજ ટેકનીકલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોલેજ પૂર્ણ થયા બાદ પોતાની કાર્યદક્ષતા મુજબ રોજગારીની તકો સરળ રીતે ઉપલબ્ધ થાય તે માટે મેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા પ્લેસમેન્ટ ફેરમાં ઝોન ૩ માં વલ્લભવિધાનગર ખાતે ૬૦૦૦ થી વધુ જગ્યાઓ પર રોજગારી માટે ૫૦૦૦ થી વધુ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તેમ જણાવતા શ્રી અમીનએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ પૂર્ણ થતા પોતાની રસ રૂચિ મુજબ રોજગારીની તક ઉપલબ્ધ થશે .
જિલ્લા કલેક્ટરશ્રી આર.જી. ગોહિલ એ સરકાર મેગા જોબ ફેરના આયોજન દ્વારા દરેક શિક્ષીત યુવાનને રોજગારી મળી રહે તે દિશામાં પ્રયત્નશીલ હોવાનુ જણાવી સરકાર માતા પિતા ની જેમ જ બાળકનું ઘડતર કરી રહી હોવાનું ઉમેર્યુ હતુ.
શ્રી ગોહિલે ઉમેર્યુ કે સરકાર દ્વારા બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઇને વયોવૃધ્ધ બને ત્યાં સુધી તેમના ઘડતર માટે ચિંતીંત છે તેમજ વિવિધ યોજનાકીય સહાય દ્વારા તેમની વ્હારે હોવાનું જણાવ્યુ હતુ. આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીન , સાસંદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલના શુભહસ્તે મધ્ય ગુજરાત ઝોનની મેગા પ્લેસમેન્ટ ફેરની માહિતી અંગેની પુસ્તિકાનું વિમોચન તેમજ મહત્તમ રોજગારી આપનાર નોકરી દાતાઓનું સન્માન કરવા સાથે યુવાનોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સરાદાર સાહેબની પ્રતિકાત્મક કૃતિ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં ભાઇકાકા સરકારી વિનયન-વાણિજ્ય કોલેજ , સોજીત્રાના આચાર્યા અને બે દિવસીય મેગા પ્લેસમેન્ટ કેમ્પના નોડલ કોર્ઓડીનેટર ડૉ. અર્ચનાબેન ત્રિવેદી દ્વારા સૌનો આવકાર કરવામાં આવ્યો હતો. તેમણે વિધાનગર ખાતે બે દિવસ ચાલનારા આ જોબ ફેરમાં ઉપસ્થિત કંપની નોકરી દાતા, સરદાર પટેલ યુનિ.ના કુલપતિશ્રી અને વહીવટી મંડળ પ્રત્યે આભાર ભાવ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, મધ્યગુજરાત ઝોન-૫ના ઝોનલ અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, તેમજ સબ ઝોનલ અધિકારી શ્રી જે.વી.ભોલંદા, જિલ્લાના અગ્રણી શ્રી મહેશ પટેલ, સરકારી અનુદાનિત કોલેજના આચાર્યો, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.