Western Times News

Gujarati News

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી વિરુદ્ધ ડેલકરના મોત મામલે એફઆઈઆર

મુંબઇ: મુંબઈ પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકરના મોત અંગે એફઆઇઆર નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ મોહન ડેલકર ૨૨ ફેબ્રુઆરીએ મુંબઇની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે આ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. મુંબઇ પોલીસમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ-દમનના પ્રશાસક પ્રફુલ પટેલ સામે આ કેસમાં ફરિયાદ થતાં ચકચાર મચી છે. મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડેલકરના પરિવારના સભ્યો મંગળવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રહાર અને એટ્રોસિટી નિવારણ અધિનિયમની જાેગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દેશમુખે વિધાનસભામાં કહ્યું હતું કે, ડેલકરની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખેડા પટેલ તેમને પજવણી કરે છે. ડેલકરના પુત્ર અને પત્નીએ મંગળવારે વિધાન ભવનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.

વિધાન ભવનમાં બેઠક બાદ સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આક્ષેપ કર્યો હતો કે, “મારા પિતાને અપમાનિત કરવામાં એડમિનિસ્ટ્રેટરે કોઈ કસર છોડી નથી.” બ્લેકમેલ અને ગેરવસૂલી રણનીતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.