ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન
અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું લાંબી માંદગી બાદ આજે અવસાન થયું હતું. એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ ૮૨ વર્ષના હતા. પરિવારના સભ્યો તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. દિલીપ પરીખ ઓક્ટોબર ૧૯૯૭ અને માર્ચ ૧૯૯૮ની વચ્ચે રાજ્યના ૧૩માં મુખ્યમંત્રી બન્યા હતા. તે વખતે તેઓ શંકરસિંહ વાઘેલા દ્વારા રચવામાં આવેલી રાષ્ટ્રીય જનતા પાર્ટીની તેઓ સાથે હતા.
આરજેપીની રચના ભાજપથી અલગ થઇને કરવામાં આવી હતી. પારેખની સરકારને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. પારેખે ૧૯૯૦ના દશકના મધ્યમાં ભાજપ ધારાસભ્ય તરીકે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ એક ઉદ્યોગપતિ હતા જે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ પણ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન ઉપર દુખવ્યક્ત કર્યું છે અને કહ્યું છે તેઓએ સમગ્ર સમર્પણ ભાવના સાથે ગુજરાતની જનતા માટે કામ કર્યું હતું. દિલીપ પરીખ ઉદ્યોગ અને લોકસેવાની દુનિયામાં વિશેષ છાપ ઉભી કરી હતી.
સમગ્ર સમર્પણની સાથે ગુજરાતની જનતા માટે કામ કર્યું હતું. પોતાના સ્વભાવના કારણે તેઓએ દરેક લોકોની અંદર જગ્યા બનાવી હતી. તેમના અવસાનથી તેમને દુખ થયું છે. તેમના પરિવાર ્અને સમર્થકો વચ્ચે તેમની સહાનુભૂતિ અને સંવેદના છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી િટ્વટ કરીને સ્વર્ગસ્થ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.