Western Times News

Gujarati News

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાને કોરોના

ગાંધીનગર, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં રહેલા પોલીસ અધિકારીઓએ આરટી પીસીઆરટેસ્ટ કરાવ્યો છે.

પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થતા આઈપીએસટી એસ બીષ્ટને પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોંપાયો છે. હાલ ટીએસ બીષ્ટ એડમિનિસ્ટ્રેશન ડીજીપીછે. તેઓ ૧૯૮૫ ના આઈપીએસઅધિકારી છે.

ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્‌વીટ કરીને જાણકારી આપી છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જાેશીયારા, વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા.

રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટિ્‌વટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

રાજ્યમાં ૭ મહિના પછી કોરોનાના કેસ ૧૦,૦૦૦ની નજીક પહોંચી ગયા છે. એક દિવસમાં કોરોનાના નવા ૯૯૪૧ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં રાજ્યના ૬૭% કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ૩૯૦૪ અને સુરતમાં ૨૭૭૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો પોઝિટિવિટી રેટ ૮% છે અને રિક્વરી રેટ ૯૩.૩૨% છે. તો અમદાવાદનો ૨૧.૫% અને સુરતનો પોઝિટિવિટી રેટ ૧૧% છે.

કોરોનાને લીધે રાજ્યમાં કુલ ૪નાં મોત થયા છે, જેમાં સુરત શહેરમાં ૨, તો રાજકોટ અને વલસાડ જિલ્લામાં ૧-૧ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. રાજકોટ અને વલસાડ જિલ્લામાં ૧-૧નું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૩.૩૨% છે. હાલ ગુજરાતમાં કોરોનાના ૪૩,૭૨૬ એક્ટિવ કેસ છે અને ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૮૫ હજાર ૭૧૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.