Western Times News

Gujarati News

ગુજરાતના બંધમાં માત્ર ૧૭ ટકા પાણીનો જથ્થોઃ રિપોર્ટ

ગુજરાતમાં કુલ ૨૮ ટકા વરસાદ – મધ્ય ગુજરાતમાં પાંચ જિલ્લાના બંધમાં લાઇવ સ્ટોરેજ ૪૦.૫૨ ટકા છે – રિપોર્ટ
અમદાવાદ, ગુજરાતમાં બંધમાં માત્ર ૧૭ ટકા પાણી રહ્યું હોવાના અહેવાલ આવ્યા બાદ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મોનસુન દરમિયાન સિઝનમાં ૨૮ ટકા વરસાદ વચ્ચે ૧૭ ટકા પાણી બંધમાં રહ્યું છે. નર્મદા સહિત ૨૦૫ બંધમાં આશરે ૮૨૫૨ એમસીએમ પાણી રહ્યું છે. બુધવારના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં ૨૮ ટકા સુધી વરસાદ થયો છે. રાજ્યના નર્મદા સહિત ૨૦૫ બંધમાં માત્ર ૧૭ ટકા પાણી છે.

આ પાણી લાઇવ સ્ટોરેજ તરીકે છે જેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે, પાણી સતત ઘટી રહ્યું છે. મોનસુનથી પહેલા રાજ્યના આ બંધમાં લાઇવ સ્ટોરેજ ૧૨.૭૯ ટકા જથ્થો હતો. આ તમામ બંધની કુલ સંગ્રહ ક્ષમતા ૨૫૨૨૪.૧૬ મિલિયન ક્યુબિક મીટરની આસપાસ છે. જા ક્ષમતા મુજબ પાણીનો સંગ્રહ થઇ જાય તો કુલ ૨૦૩૧૦ એમસીએમ પાણી જ લાઇવ સ્ટોરેજ માટે રહી શકે છે.

તમામ બંધમાં બુધવાર સુધી ૮૨૫૨ એમસીએમ પાણી સંગ્રહનો આંકડો હતો. રાજ્યમાં રિઝનના આધાર પર પાણીની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓની છે. અહીં બંધમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ક્ષમતાની સરખામણીમાં ૫.૬૯ ટકા છે જ્યારે બંધમાં ૭.૯૨ ટકા લાઇવ સ્ટોરેજ છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી ખુબ સારો વરસાદ થયો હોવા છતાં આ ક્ષેત્રના બંધમાં ૧૨.૮૯ ટકા જ લાઇવ સ્ટોરેજ પાણી છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થયો છે જ્યારે ક્ષેત્રના બંધમાં લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ૧૪.૩૫ ટકા છે. રાજ્યમાં સૌથી સારી સ્થિતિ મધ્ય ગુજરાતની રહેલી છે. અહીંના પાંચ જિલ્લાના બંધમાં ક્ષમતામાં લાઇવ સ્ટોરેજ ૪૦.૫૨ ટકા છે. પ્રદેશના સરદાર સરોવર સહિત મુખ્ય બંધમાં પાણી સંગ્રહની ક્ષમતા ૨૫૨૨૪ એમસીએમ છે. આમા લાઇવ સ્ટોરેજ ૨૦૩૧૦.૬૫ એમસીએમ છે. આની સામે બુધવાર સુધી તમામ બંધમાં ગ્રોથ સ્ટોરેજનો આંકડો ૮૨૫૨ એમસીએમ રહ્યો હતો જ્યારે લાઇવ સ્ટોરેજનો આંકડો ૩૪૪૮.૬૯ એમસીએમ રહ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.