ગુજરાતના મહાનગરમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યો
અમદાવાદ: આખા દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર ગયો છે. પહેલા ગીર સોમનાથ અને હવે ભાવનગરમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો છે. ગુજરાતનાં અન્ય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ ૯૮ રુપિયાની આસપાસ પહોંચ્યો છે. શહેરનાં શેલમાં સાદા પેટ્રોલનો ભાવ ૧૦૦ને વટી ગયો છે. જ્યારે આઇઓસી, હિન્દુસ્તાન પેટ્રોલિયલ અને ભારત પેટ્રોલિયમમાં પણ થોડા જ દિવસોમાં એક લીટર પેટ્રલનો ભાવનગર શહેરમાં ભાવ ૧૦૦ થઇ શકે છે.
ભાવનગર શહેરમાં આટલો ભાવ કેમ છે ? શહેરમાં આઇઓસીનો ડેપો હતો જેથી પેટ્રોલ અને ડીઝલમાં પરિવહન ખર્ચ ઓછો થતો હતો. હવે આ ઇંધણ રાજકોટથી આવે છે જેથી ભાવનગર મહાનગરમાં રાજ્યના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ છે. જાે ડેપો થાય તો ભાવ ઓછા થઇ શકે છે.
આજે અમદાવાદમાં પેટ્રોલ ૯૮.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૧ રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં પેટ્રોલ ૯૮.૩૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૫૯ રૂપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ ૯૮.૦૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૫ રૂપિયા પ્રતિ લીટર અને રાજકોટમાં પેટ્રોલ ૯૮.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૬.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે.
વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપીપેટ્રોલ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.