ગુજરાતના મુન્દ્રામાં સ્થાપિત કરવામાં આવશેે કરોડોનો પ્લાન્ટ
કચ્છ , એશિયાના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા સૌથી અમીર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક નવા ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપે કોપરમાં મોટું રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. આ પ્રોજેક્ટ માટે કંપનીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી રૂ. ૬૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું સંચાલન ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં શરૂ થશે. આ ઉપરાંત તેમણે તેને આર્ત્મનિભર ભારત તરફનું પગલું ગણાવ્યું છે અને કહ્યું છે કે આ પ્રોજેક્ટ દેશના ઇલેક્ટ્રિક વાહનઅને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થશે. વિનય પ્રકાશે કહ્યું કે તે વિશ્વના સૌથી મોટા કોપર રિફાઇનરી સંકુલમાંનું એક હશે.
ગુજરાતના મુન્દ્રામાં સ્થાપિત થશે યુનિટ અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ એક કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે. આ અંતર્ગત ગુજરાતના મુન્દ્રામાં બે તબક્કામાં વાર્ષિક ૧૦ લાખ ટન તાંબાનું ઉત્પાદન કરતું એકમ ગુજરાતના મુંદ્રામાં સ્થાપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર બન્કોએ દ્ભઝ્રન્ના પાંચ લાખ ટનની ક્ષમતાવાળા પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. ૬,૦૭૧ કરોડની લોન મંજૂર કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.
કચ્છ કોપર લિમિટેડ માર્ચ ૨૦૨૧ માં અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની તરીકે અસ્તિત્વમાં આવી હતી. હવે આ સેક્ટરમાં રૂ. ૬,૦૭૧ કરોડના રોકાણ સાથે તે ભારતીય કોપર માર્કેટમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી કંપની બની જશે.
ગૌતમ અદાણી ગ્રુપની કંપનીને લોન આપનાર સરકારી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
હજારો કરોડ રૂપિયાની ગ્રીનફિલ્ડ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં વાર્ષિક ૦.૫ મિલિયન ટનની કોપર રિફાઇનિંગ ક્ષમતા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે, બે તબક્કામાં એક એમટીપીએની કુલ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.SS3KP