ગુજરાતના વિદ્યાર્થીઓએ દૂબઈમાં યોજાયલ કરાટે ટુર્નામેન્ટમાં જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું

ખેડા જિલ્લા આઠ બાળકોએ કરાટેમાં ભાગ લઈ ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું
ખેડા, રાજ પાર્શલ આટર્સ એકેડેમી (પીપલગ, નડીઆદ, કઠલાલ એમ જિલ્લાના આઠ તેમજ વડોદરાના ત્રણ) ના વિદ્યાર્થીઓએ દુબઈમાં આંતરાષ્ટ્રીય કક્ષાની કરાટેની તાલીમ લીધી અને દુબઈના ખેલાડીઓ સામે ૧ લી પ્લે ફોર પીસ સ્પર્ધામાં ભાગ લીધો. બધા બાળકોને એડવાન્સ ટેકનિક શીખવા માટે એક્સપોઝર મલ્યું.
વિદ્યાર્થીઓએ ઘણું સારુ પ્રદર્શન કર્યું અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સ્પર્ધામાં વિહાન જૈન, કનિસા જૈન, તુલસી બ્રહ્મભટ્ટ, આસ્કા પટેલ, તન્મય પટેલ, ધૂન શર્મા, હેતિકા શર્મા, માર્કડ પરમાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને સેન્સી રાજ કૌશિકા દ્ધારા તાલીમ આપવામાં આવે છે.
જેઓ IWF ગુજરાત અને જિલ્લા કરાટે એસોસિએશન ખેડાના પ્રમુખ છે તથા IWF ગુજરાત એટ્લેટિક કમિશનના વાઈસ ચેરમેન છે. આ ઉપરાંત સેન્સઈ રાજ કૌશિક રાષ્ટ્રીય કક્ષાના એ ગ્રેડ રેફરીના હાથ નીચે તમામ બાળકોને તાલીમ આપવામાં આવી હતી.
આ દુબઈની સ્પર્ધામાં વિજેતા થઈ વતન (ભારત) આવતા અમદાવાદ એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેઓના વાલીઓમાં ખુશીની લાગણીનો પાર રહ્યો ન હતો તેમજ ભાવુક માતાપિતા એ વધુ ને વધુ આગળ વધે એવું પ્રોત્સાહન આપ્યું હતું. બાળકો પોતાના ઘરે આવતા સોસાયટી તેમજ મોહલાના નાગરિકો એ ભવ્ય સ્વાગત કર્યું હતું.