ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવા માટે ઓસ્ટ્રેલિયા સુધી જવું નહિં પડે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/AUSTRALIA1-1024x682.jpg)
ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિર્વસિટીઝ સ્થાપવા ચર્ચા
ગાંધીનગર, ભારત સ્થિત ઓસ્ટ્રેલીયન હાઈકમીશ્નર બેરી ઓ ફેરેલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વેપાર, ઉધોગ, શિક્ષણ, રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલીયા-ગુજરાત સાથે મળીને આગળ વધે સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટેની ઉત્સુકતા વ્યકત કરીને ચર્ચા-પરામર્શ હાથ ધર્યો હતો. મુખ્યમંત્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનીટીની ખાસ મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમીટની શ્રૃંખલામાં ઓસ્ટ્રેલીયાની સહભાગીતાનો ઉલ્લેખ કરીને તેમને આગામી વાયબ્રન્ટ સમીટ-ર૦રરમાં પણ જાેડાવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે ઓસ્ટ્રેલીયન હાઈ કમીશ્નરે મુખ્યમંત્રીને અસ્ટ્રેલીયા મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું.
ઓસ્ટ્રેલીયન હાઈ કમીશ્નર બેરી ઓ ફેરેલે માઈનીગ ટેકનોલોજી ઈલેકટ્રીક વ્હીકના બેટરી ઈન્ફ્રાસ્ટ્રકચર સહીતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલીયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવી તકો ઉપલબ્ધ થઈ છે તે અંગે ઓસ્ટ્રેલીયાની યુનિર્વસિટીઝની ગુજરાતમાં સ્થાપના કરાય તે માટેની સંભાવના અંગે પણ ચર્ચા કરી હતી.