ગુજરાતના સુવિખ્યાત પક્ષીતીર્થ નળ સરોવરની મુલાકાત લેતા રાજ્યપાલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદ જિલ્લાના સુવિખ્યાત પ્રવાસન સ્થળ અને પક્ષીતીર્થ નળ સરોવરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નળ સરોવરમાં જળ વિહાર કરીને વિદેશી મહેમાનો સમા યાયાવર પક્ષીઓ નિહાળીને વિહંગો વિશે માહિતી મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ નળ સરોવર ખાતે બનાવેલા ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લઇને સ્થાનિક ઉપરાંત યાયાવર પક્ષીઓની ઓળખ અને તેની લાક્ષણિકતાઓ વિશે પણ અત્યંત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત વેળાએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી પણ તેમની સાથે જોડાયા હતા.