અમદાવાદ એરપોર્ટથી જતા હજયાત્રિકોને શુભકામના પાઠવાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Haj2.jpeg)
ગુજરાતના હાજીઓની પ્રથમફલાઈટ અમદાવાદથી જતા હજયાત્રિકોને શુભકામના પાઠવતા ધારાસભ્યોશ્રી ગ્યાસુદ્દોન શેખ, શ્રી મોહંમદ જાવેદ પીરજાદા અને શ્રી ઈમરાન ખેડાવાલા ભારત વિશ્વની મહાસત્તા બને તેમજ ગુજરાત રાજય દેશનું નંબર વન રાજ્ય બની રહે અને ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સારો વરસાદ થાય તેવી દુઆ કરવા હાજીઓને સંદેશ પાઠવતા તમામ ધારાસભ્યો તા. ૧૭-૭-૨૦૧૯ને બુધવારે અમદાવાદ એરપોટથી ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજય હજ કમિટી દ્વારાપવિત્ર મક્કા -મદીનાની હજયાત્રાએ જનારા હાજીઓની પ્રથમફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના થવાના પ્રસંગે ધારાસભ્યો શ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી મોહંમદ જાવેદ પીરઝાદા અને શ્રી ઈમરાન ખેડાવાલા તેમજ અન્ય કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શ્રી મોહંમદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ હજ યાત્રાએ રવાના થતા તમામ હાજીઓને ફૂલ અને ટ્રાવેલ બેગ આપીને શુભકામનાઓ પાઠવી હતી. દેશ તેમજ દુનિયામાં શાંતિ અને ભાઈચારાનું
વાતાવરણ જળવાઈ રહે તથા ભારત દેશ વિશ્વની મહાસત્તા બને તેમજ ગુજરાત રાજય દેશનું નંબર વન રાજ્ય બની રહે
અને ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સારો વરસાદ થાય તેવી દુઆ કરવા હાજીઓને સંદેશ પાઠવ્યો હતો.