ગુજરાતના ૧૯ પોલીસ કમીને વીરતા પુરસ્કાર મળશે
અમદાવાદ, સ્વતંત્રતા દિવસ પ્રસંગે પોલીસ કર્મીઓને આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે ગૃહ મંત્રાલયે ૨૧૫ કર્મીઓની વીરતા માટે પોલીસ પદક,૮૦ને રાષ્ટ્રપતિ પોલીસ પદક વિશિષ્ટ સેવા માટે અને ૬૩૧ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે આ યાદીમાં ગુજરાતના કોઇ પણ પોલીસકર્મીને ગેલેન્ટ્રી પદક નથી મળ્યું પરંતુ બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને ૧૭ કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. આ યાદીમાં ઉત્તરપ્રદેશમાં ૨૩ પોલીસ કર્મચારીઓને ગેલેન્ટ્રી છને રાષ્ટ્રપતિ પદક અને ૭૩ને પોલીસ મેડલ એનાયત થશે.બીજીબાજુ જમ્મુ કાશ્મીરમાં ૮૧ને ગેલેન્ટ્રી, એકને રાષ્ટ્રપતિ પદક અને ૧૨ને પોલીસ પદક એનાયત થશે. મહારાષ્ટ્રના ૧૪ કર્મીઓને ગેલેન્ટ્રી પાંચને રાષ્ટ્રપતિ પદક અને ૩૯ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે.HS