Western Times News

Gujarati News

ગુજરાતના ૪ શહેરો ભારતમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામ્યા

નવીદિલ્હી: દેશમાં ૧૦ લાખથી વધુ વસ્તીવાળા રહેવાલાયક બેસ્ટ શહેરોનું લિસ્ટ આવી ગયું છે. કેન્દ્ર સરકારે જાહેર દેશના શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં બેંગલુરુ, પુણે અને અમદાવાદ રહેવા માટે સૌથી શ્રેષ્ઠ ત્રણ શહેરોમાં સ્થાન આપ્યું છે. જાેકે, મહત્વની વાત એ છે કે, આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરાને ટોપ-૧૦ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જાેકે, રાજધાની દિલ્હી આ લિસ્ટમાં પાછળ ધકેલાઈ ગયુ છે. દિલ્હી ૧૦માં નંબર સુધી પણ ન પહોંચી શક્યું. દિલ્હીને લિસ્ટમાં ૧૩ મું સ્થાન મળ્યું છે.

આ લિસ્ટમાં દેશના ૧૧૧ શહેરોનો સર્વેમાં સમાવેશ કરાયો હતો. ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોનું રેન્કિંગ લિસ્ટ (શહેર અને સ્કોર) જાેઇએ તો બેંગલુરુ – ૬૬.૭૦,પૂણે – ૬૬.૨૭ ,અમદાવાદ – ૬૪.૮૭ , ચેન્નઈ – ૬૨.૬૧ ,સુરત – ૬૧.૭૩,નવી મુંબઈ – ૬૧.૬૦,કોઈમ્બતૂર -૫૯.૭૨, વડોદરા- ૫૯.૨૪, ઈન્દોર – ૫૮.૫૮,ગ્રેટર મુંબઈ – ૫૮.૨૩

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ ૨૦૨૦ લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં બે અલગ અલગ કેટેગરી છે. એક કેટેગરી ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરો અને બીજું ૧૦ લાખથી ઓછી વસ્તીવાળા શહેરો એમ બે કેટેગરી છે. ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. તો ૧૦ લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના લિસ્ટમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર ૫૬.૨૫ સ્કોર સાથે સાતમા નંબર પર છે. આમ, ગુજરાતના ૪ શહેરો ભારતમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામ્યા છે.

૧૦ લાખથી ઓછી વસ્તીવાળા શહેરનું રેન્કિંગ (શહેર અને સ્કોર) જાેઇએ તો સિમલા – ૬૦.૯૦, ભુવનેશ્વર – ૫૯.૮૫, સિલ્વાસા – ૫૮.૪૩,કાકીનાડા – ૫૬.૮૪, સેલમ- ૫૬.૪૦, વેલ્લોર- ૫૬.૩૮,ગાંધીનગર – ૬.૨૫,ગુરુગ્રામ – ૫૬.૦૦, દાવનગેરે- ૫૫.૨૫ , તિરુચિરાપલ્લી – ૫૫.૨૪ સામેલ છે કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ ૨૦૨૦ લિસ્ટ જાહેર કર્યું છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહે આ રિપોર્ટ જાહેર કરયો છે. જેમાં રહેવા માટે લાયક સૌથી બેસ્ટ શહેરોના રેન્કિંગમાં દેશભરમાં ૧૧૧ શહેરોએ ભાગ લીધો હતો. શહેરોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી કેટેગરીમાં એ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેની વસ્તી ૧૦ લાખથી વધુ હતી. તો બીજી કેટેગરીમાં એ શહેરોને સામેલ કરવામાં આવ્યા છે જેમની વસ્તી ૧૦ લાખથી ઓછી હતી.

પહેલીવાર ૨૦૧૮માં શહેરોને રેન્કિંગ આપવાની શરૂઆત થઈ હતી. હવે બીજીવાર ૨૦૨૦ માં શહેરને રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સામેલ થવા માટે ગુણવત્તાના ત્રણ માપદંડ રાખવામાં આવ્યા છે. જેમાં રેન્કિંગ માટે ૩૫ ટકા અંક રાખવામાં આવ્યા છે. બીજુ માપદંડ આર્થિક યોગ્યતા છે, જેના માટે ૧૫ ટકા અંક અને વિકાસની સ્થિરતા કેવી છે તે માટે ૨૦ ટકા અંક આપવામાં આવ્યા હતા. બાકી ૩૦ ટકા લોકોની વચ્ચે કરવામાં આવેલ સરવેને નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે કે, ૪૯ ઈન્ડિકેશનના આધાર પર રેન્કિંગ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.