ગુજરાતના ૭૦ ધારાસભ્યોને ઈન્કમટેક્ષ વિભાગમાંથી મળેલી નોટીસ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વિધાન સભા, લોકસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડતા પહેલાં ઉમેદવારી પત્રક-૧ સાથે દરેક ઉમેદવારે તેમની સ્થાવર તથા જંગમ મિલતો જાહેર કરવી પડતી હોય છે. અને તે અંગેની કરેલી એફિડેવિટ ચૂંટણી પંચમાં સુપ્રત કરવાની હોય છે.
ગુજરાતના ૧૮ર ધારાસભ્યોના લગભગ ૪૦ ટકા ધારાસભ્યોએ ભરેલા ઈન્કમ ટેક્ષ રીટર્ન તથા ચૂંટણી પંચમાં આપવામાં આવેલ એફિડેવિટમાં દર્શાવેલ રકમોમાં મોટો ફેર જણાયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ર.૧૭ની વિધાન સભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો સાથે એફિડેવિટમાં જે સ્થાવર જંગમ તથા રોકડ રકમ દર્શાવેલ છે તેમાં તથા ઈન્કમ ટેક્ષ રીટર્નમાં મોટો ફેર જણાતા ગુજરાતના કોંગ્રેસ તથા ભાજપના કુલ ૭૦ ધારાસભ્યોને ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
રાજકીય નિરીક્ષકોનું કહેવુંં છે કે ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી પાઠવવામાં આવેલ નોટીસ એ પ્રથમ ઘટના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે પ્રજાના પ્રતિિનિધિ તરીકે ફરજ બને છે કે ઈન્કમ ટેક્ષ વિભાગની નોટીસોનો જવાબ આપવો ઈન્કમ ટેક્ષ અધિકારીએ ધારાસભ્યોના નામો, ગુપ્તતા જળવાય એે માટે આપવાનો ઈન્કાર કર્યો હતો.