ગુજરાતના ૮૦ ડેમોમાં માત્ર ૨૦ ટકા જ પાણી, ૪ ડેમ તળિયાઝાટક
ગાંધીનગર: રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જાેઈએ એવો વરસાદ ન થતા મોટા ભાગના ડેમમાં પાણી આવક થઈ નથી જેથી ડેમાો ખાલી થવાની કગાર પર આવી ગયા છે જેથી પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં થોડુ જ પાણી બચ્યુ છે, જે ડેમોપાણીની સમસ્યા સર્જાઈ છે તે ડેમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ૮૦ ડેમો એવા છે જેમાં ૨૦ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જાે વારસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. રાજ્યના ૪ ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જાેવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ ડેમ એવા છે જેમાં સરેરાશ ૨૪ ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના ૨૦ ડેમમાં ૨૨.૮૮ પાણી બચ્યું છે.
એક અહેવાલમાં રાજ્યના ૧૬ ડેમોમાં માત્ર ૧ ટકાથી પણ ઓછુ પાણી હોવાનું તારણ સામે આવ્યું છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી, રાજકોટના ભાદર ડેમમાં માત્ર ૨૨.૯ ટકા જ પાણી રહ્યું છે જ્યારે ૪૯ ડેમમાં ૧૦ ટકાથી ઓછું પાણી બચ્યુ છે.ગુજરાતમાં માત્ર પાંચ ડેમ એવા બચ્યા છે જેમાં ૧૦૦ ટકા પાણી બચ્યું છે. જાે વરસાદ નહીં પડે તો આગામી સમયામાં પાણીની વિપરિત પરિસ્થિત સર્જા શકે છે. ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની ૪૪ ટકા ઘટ જાેવા મળી રહી છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનશીલ ર્નિણય લેવામાં આવ્યો છે. વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે.
તારીખ ૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોને આપવામાં આવશે. જેથી ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી પાણી છોડવા માટેની મુખ્યમંત્રી રૂપાણીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે.