ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણી વીણીને સાફ કર્યાંઃ રૂપાણી
અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે.
કોંગ્રેસ ડૂબતું નાવ છે. ગુજરાતના પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે. કોંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી. એ પ્રકારના પરીણામો આવ્યાં છે. pic.twitter.com/hO67AC3dbD
— Vijay Rupani (@vijayrupanibjp) March 2, 2021
જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજાે અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે.
ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે.
આજે ગુજરાતની જનતાનો હું આભારી છું. તેમણે વધુમાં કહ્યું કે, સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે.
ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે.
તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહિ જાય તેની ખાતરી આપુ છું. ગુજરાતના સપનાઓ પૂરા કરવાના ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે.