ગુજરાતની નગરપાલિકાઓના ૩૨ ચીફ ઓફિસરોની બદલી
ગાંધીનગર, ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના ૩૨ જેટલા ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા સહિત અનેક નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ છે. તો અનેક નગરપાલિકાઓને નવા ચીફ ઓફિસર મળ્યા છે.
અમુક શહેરમાં ખાલી પડેલી જગ્યા ભરાતા આગામી સમયમાં આવી પાલિકાનો વિકાસ પણ સોળે કળાએ ખીલે તેવી લોકો આશા રાખી રહ્યા છે. રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા બદલી અંગેની યાદીમાં સત્તાવાર જાહેર કરાયેલી વિગત અનુસાર નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવતા નરેશ પટેલને મહેસાણાના કડીમાં મુકાયા છે. વધુમાં નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તિલક શાસ્ત્રીને રાજકોટ ખાતે ફરજ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત બરવાળા, હાલોલ, માંગરોળ, જામજાેધપૂર, સુત્રાપાડા, ચોટીલા, જશદણ, વિસનગર સહિતના અનેક નગરપાલિકાઓના ચીફ ઓફિસર બદલાયા છે.બીજી તરફ ખંભાળિયા સહિત અનેક નગરપાલિકામાં એવી પણ હતી જેમાં લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી તો, અમુક પાલિકાઓમાં ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગાબડાવવામાં આવતું હતું.
ત્યારે જાહેર હિતમાં રાજ્યના ૩૨ ચીફ ઓફિસરોની બદલીઓ અંગે ર્નિણય કરવામાં આવતા પાલીકાઓને નાવા ચીફ ઓફિસર મળ્યા છે.અત્રે નોંધનિય છે કે, આ અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના ૫૦ જેટલાં ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો.SS3KP