Western Times News

Gujarati News

ગુજરાતની વધુ એક સિદ્ધિ: ઈઝ ઓફ ડુઈંગ રેકીંગમાં રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને

ગાંધીનગર, નીતિ આયોગે આજે બહાર પાડેલા એક્ષ્પોર્ટ પ્રિપ્રેડ નેસ ઇન્ડેક્ષ – ૨૦૨૦માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્ષ રેંકીંગ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્ષ્પોર્ટ પ્રીપ્રેડ નેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ એક્ષ્પોર્ટ પ્રીપ્રેડનેસ ઇન્ડેક્ષ રેંકીંગ માટે ૫૦ જેટલા માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પેરામીટર્સમાં એક્ષપોર્ટ પ્રમોશન પોલીસી, ઇન્સ્ટીટયુશનલ ફ્રેમ વર્ક, બિઝનેસ ઇકો સિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, આર.એન્ડ ડી સપોર્ટ, એક્ષપોર્ટ ડાયવર્સીફીકેશન, ઇન્ફ્રાસ્ટ્‌કચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટીવીટી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પોલીસી રીફોર્મ્‌સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અનેક સરળીકરણ સાથે દેશમાં પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. દેશના કુલ એક્ષપોર્ટના ૨૦ ટકા વધુ કરતા એક્ષપોર્ટ કરીને ગુજરાત ગેટ વે ટુ ધી વર્લ્ડ બન્યું છે. હવે નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રિપ્રેડનેસ ઇન્ડેક્ષ – ૨૦૨૦માં પણ ગુજરાતે બધા જ પેરામીટર્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશભરમાં પ્રથમ ક્રમ મેળવવાની વધુ એક ગૌરવ સિધ્ધિ મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા થી મેળવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.