Western Times News

Gujarati News

‘’ગુજરાતની વિકાસ યાત્રા વિકાસની કેડી પર અવિરત આગળ ધપી રહી છે. ‘’  ડો. નીમાબેન આચાર્ય

ફાઈલ

અમદાવાદ ખાતે અમૃત મંગલ ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો.

અમૃત મંગલ ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં જન જાગૃતિ, ગ્રામીણ વિસ્તારોમાં ઘર આંગણે ડોક્ટર ઓન વ્હીલ્સ મોબાઈલ વાન દ્વારા જઈને ૫ થી ૧૦ વર્ષના બાળકોને શિક્ષણ વિશે સમજણ આપવામાં આવે છે. સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ડો.અશોકભાઈ શાહે ૧૯૯૯ માં મેનોપોઝ હેલ્થ ક્લબની સ્થાપના કરી હતી. ત્યારબાદ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને ગુજરાતમાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે એ જણાવ્યુ હતું કે પૈસો, પદ,પ્રતિષ્ઠા મેળવ્યા પછી માનવીએ સેવાકીય કાર્ય કરવુ એ આપણા સૌની નૈતિક ફરજ છે.સમાજ માટેસેવાના કાર્યમા સંકળાયેલ તમામ વ્યકતિઓ વંદનીય છે .

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે વિકાસના અનેકકાર્યો કરીને ગુજરાતને આજે દુનિયાના નકશામાં આગવુ સ્થાન અપાવ્યું છે. તેમની કંડારેલી વિકાસની કેડી પર આપણે સૌએ આગળ ચાલીને વિકાસ જ્યોતને પ્રજ્વલિત રાખવાનું ભગીરથ કાર્ય  કરવાનુંછે.તેમ ડો ડો. નીમાબેન આચાર્યેજણાવ્યુ હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં છુટાછવાયા રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારોના બાળકોમાં શિક્ષણ અને જ્ઞાનનું સીંચન કરવામાં આ સંસ્થા અગ્રેસર રહેશે એવી અભ્યર્થના ડો. નીમાબેને વ્યક્ત કરી હતી.

સંસ્થાના ફાઉન્ડર અને અધ્યક્ષા શ્રીમતી કલાબેન અશોકભાઇ શાહે સંસ્થાની આગામી સમયમા થનાર પ્રવૃતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બીનાબેન શાહ, હોદેદારો, ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો જગદીશભાઈ ભાવસાર, વિવિધ ક્લબ અને સંસ્થાઓના પ્રમુખ, મેમ્બર્સ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.