Western Times News

Gujarati News

ગુજરાતની સૌ પ્રથમ એરક્રાફટ રેસ્ટોરન્ટ વડોદરામાં શરૂ થશે

વડોદરા, હવાઈ મુસાફરી ન કરી શકનારાઓની વિમાનીમાં બેસીને ભોજન કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે એ પ્રકારનુૃ અનોખુૃ રેેસ્ટોરન્ટ વડોદરામાં શરૂં થઈ રહ્યુ છે. એરક્રાફટમાં હોય એ પ્રકારે જ એરહોસ્ટેસથી લઈને ક્રુ સ્ટાફ, આવનાર વ્યક્તિની બોર્ડીંગ પાસ પ્લેનમાં થાય છે

એ જ ઢબનુૃ એનાઉન્સમન્ટ, પ્લેન ટેકઓફ થાય એવા સાઉન્ડ વાઈબ્રેશનની અનુભૂતિ વચ્ચેઆ હાઈફલાય અરક્રાફટ રેસ્ટોરન્ટમાં ભોજનનો આસ્વાદ માણી શકાશે. રિયલ એરક્રાફટની અનુભૂતી કરાવતુ. આ રેસ્ટોરન્ટ સ્ક્રેપમાં આવેલા રિયલ એરક્રાફટમાં જ ઉભુ કરાયુ છે.

વિશ્વમાં આ પ્રકારની નવ એરફ્રાફટ રસ્ટોરન્ટ છે. તેમાં પણ ભારતમાં ચાર પૈકીની વડોદરામાં સોમવારથી શરૂ થનારી આ રેસ્ટોરન્ટ અંગે વિગતો આપતા રેસ્ટોરન્ટના માલિક એમ.ડી. મુખીના જણાવ્યા અનુસાર હવાઈ મુસાફરી ન કરી હોય એવો એક મોટો વર્ગ છે. આવા લોકોને ધ્યાનમાં રાખીને તથા વડોદરામાં પ્રવાસીઓને આકર્ષવા માટેે ખાઈ એરક્રાફટ રેસ્ટોરન્ટ કરવાનો વિચાર આવ્યો હતો. બેગ્લુરૂની મેગ એવિયેશન નામની કંપની પાસેથી સ્કેપમાં એરબસ ૩ર૦ ખરીદી હતી.

તેમાં ભારે જહેમત બાદ રૂા.૧,૪૦ કરોડના કુલ ખર્ચે રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં ૧૦ર વ્યક્તિઓની બેઠકની વ્યવસ્થા છે. એરક્રાફટની એક પાંખમાં પણ ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં ટાઉપો સિટી ખાતે, ઘાનાની રાજધાની આકા ખાતે,

પંજાબના લુધીયાણા તથા હરિયાણાના મોરે ખાતે આ પ્રકારની એરક્રાફટ રસ્ટોરન્ટ આવેલી છે. લગભગ ચાલીસ જેટલા સ્ટાફની ખાસ પ્રકારની તાલીમ આપીને સજ્જ કરાયા છે. પ્રવાસીઓને આકર્ષણ આપે એવી આ ખાસ રેસ્ટોરન્ટ અંગેની ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની સાથે પણ વાટાઘાટો ચાલી રહી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.