ગુજરાતની ૧૬ ચેકપોસ્ટ બંધ થતા અધિકારીઓ અને વહીવટદારોમાં કહી ખુશી કહી ગમ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ 16 આરટીઓ ચેકપોસ્ટ આજથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારે આંતરરાજ્ય સીમાઓ પર આવેલી ચેકપોસ્ટ બંધ કરવામાં આવતા સરકારને લાભ થશે કે નુકશાન પણ એક તરફી ચેકપોસ્ટ પર રાજ કરનારા કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ, કર્મચારીઓ અને વહીવટદારો સહીત એક તરફી શાસન ચલાવનારાઓ ફોલ્ડરિયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
ગુજરાતની બહુ ચર્ચિત અને વર્ષે દહાડે કરોડો રૂપિયાની સરકારી તિજોરીને આવક કરાવતી શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર સૌથી વધુ ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સાથે અનેકવાર એન્ટી કાર્પશનની ટ્રેપ અને આંટાફેરા થતા હતા શામળાજી ચેકપોસ્ટ પર ફોલ્ડરિયાઓના ત્રાસ થી વાહનચાલકો અને અધિકારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા હતા ફોલ્ડરિયાઓ વચ્ચે અનેકવાર ગેંગવોર પણ જોવા મળતી હતી ત્યારે રાજ્ય સરકારના એકાએક લીધેલ નિર્ણય થી શામળાજી પાસે રાજસ્થાન ની સરહદે આવેલી આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી છે વાહનચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
શામળાજી ચેકપોસ્ટ પ્રથમ દિવસથી જ એક પણ કર્મચારી કે અન્ય કોઈ ફોલ્ડરિયા જોવા મળ્યા ના હતા તમામ વાહનો સરળતા થી ચેકપોસ્ટ પરથી પસાર થતા જોવા મળ્યા જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ હોય એવું જણાયું હતું ત્યારે વાહન ચાલકો ને સ્થાનિક અધિકારીઓ ની કનડગત પણ દૂર થઈ છે
ઘણી વખત વાહનચાલકો ને કોઈને કોઈ બહાને ખોટી રીતે કરવામાં આવતી પરેશાની અને આકરા દંડ માંથી પણ મુક્તિ મળી છે દરરોજ શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર હજારો વાહનો ની અવરજવર રહેતી હોય છે ત્યારે ઓન લાઈન ટેક્ષ થવાથી ભ્રષ્ટચાર પણ અટકી જશે ત્યારે વાહન માલિકો આજથી પરિવહન ડોટ કોમ નામની એપ થી પોતાના વાહન નો વેરો સીધો ભરી શકશે અને સરકાર ના આ નિર્ણય થી વાહનચાલકો માં ભારે ખુશી છવાઈ છે