ગુજરાતનું એક એવું ગામ, કે જ્યાં આઝાદી બાદ ક્યારેય સરપંચની ચૂંટણી યોજાઈ નથી
ગોકુળિયું ગામ પ્રેરણારૂપ બારોડા ગામ-આઝાદી બાદ સમરસ પંચાયત ધરાવતા બારોડા ગામ બે દાયકાથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે
(પ્રતિનિધિ)વિરપુર, ગોકુળીયા ગામનું બીરૂદ મેળવનાર મહિસાગર જીલ્લા વિરપુર તાલુકાના છેવાડાનું ગામ બારોડા, આઝાદી બાદ આ ગામમાં ગ્રામ પંચાયતની સરપંચ માટેની કયારેય ચૂંટણી થઈ જ નથી વર્ષોથી સમરસ પંચાયત ધરાવતું આ ગામ બે દાયકાથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે
બક્ષીપંચની અધિકાંશ જનસંખ્યા ધરાવતું આ ગામ સ્વાધ્યાય પરિવાર તરીકે પણ ઓળખાય છે સાથે આ ગામમાં આ ગામની બીજી એક ખાસીયત એ પણ છે કે, અહીં જ્યારથી ગ્રામ પંચાયત આવી છે ત્યારથી ચુંટણી યોજાતી નથી પણ દુધ મંડળી અસ્થિત્વમાં આવી ત્યારથી પણ દુધ મંડળીની અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી
જીહાં, ગામના તમામ પ્રતિનિધીઓ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચુંટે છે ક્યારેય અહીં ઈલેક્શન પણ નથી યોજાયુ તો ગામના તમામ યુવાનો અને વડિલો ખેતી અને અન્ય વ્યવસાય સાથે જાેડાયેલા છે અને તમામ લોકો એક જુથ બનીને અને સંપીને રહે છે
ક્યારેય કોઈ અણબનાવ પણ જાેવા મળતા નથી આંતરિક કલહમાં ફસાયેલાં ગામડાંઓ આ નાનકડા બારોડા ગામથી કાંઈક શીખ લે આવનાર સમયમાં પણ તાલુકાની અનેક ગ્રામ પંચાયતો સમરસ બની શકે છે.
સમરસ ગ્રામ પંચાયત બારોડા ખાતે ક્યારે કોઈ પણ પ્રકારની ચુંટણી યોજવામાં આવતી? નથી આ પરંપરા ગામના વડીલોથી ચાલુ થયેલી જે આજદિન સુધી આ પરંપરાગતને જાળવી રાખી છે અને ક્યારે ગ્રામ પંચાયત અને દુધ મંડળીની ચુંટણી યોજવામાં આવતી જ નથી
ગામના વડીલો અને યુવાનો દ્રારા ગામના સરપંચની નિમણૂક કરે છે સરકાર દ્વારા પણ સમરસ ગ્રામ પંચાયતોને અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે? છે બારોડા ગ્રામ પંચાયતને પણ સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે જે ગ્રાન્ટને વિકાસના કામોમાં વાપરવામાં આવે છે.