ગુજરાતનું એક એવું ગામ જયાં ૩૬પ દિવસ ર૪ કલાક પાણી મળે છે
પ્રાંતિજના તખતગઢે પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કર્યું
હિંમતનગર, સામાન્ય રીતે ઉનાળો આવતા જ દરેક ગામોમાં પાણીની પળોજણ શરૂ થઈ જતી હોય છે. પરંતુ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતીજ તાલુકાના તખતગઢ ગામમાં હવે પાણીની પળોજણ એ હવે ભૂતકાળ બની ગઈ છે. ગુજરાતનું આ એક માત્ર ગામ છે જયાં વર્ષના ૩૬પ દિવસ ર૪ કલાક પાણી મળી રહે છે.
ભારત સરકાર દ્વારા પશ્ચિમ ઝોનની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરી તેને રાષ્ટ્રીય કક્ષાનો નાનજી દેશમુક એવોર્ડ મેળવ્યો છે. અને અન્ય સાત એવોર્ડ મળેલ છે.
ગામના સરપંચ નિશાંતભાઈ પટેલ જણાવે છે કે, અમારા ગામમાં ૩પ૦ ઘર છે અને લગભગ રપ૦૦ જેટલી વસ્તી છે. આ ગામનાં કોઈપણ વ્યકિતના ઘરે ગમે તે સમયે જઈને પાણીનો નળ શરૂ કરશો તો તેમને પીવાનું પાણી જ મળશે જ. ગુજરાતનું એકમાત્ર એવું ગામ કે જયાં ચોવીસ કલાક પાણીની સુવિધા આપવામાં આવી છે.
ગ્રામજનો પાણીનો બગાડ ના કરે તે માટે પાણીના મીટર લગાવ્યા છે. પહેલા તો મહીલાઓ જ પાણીનો બગાડ કરતી હતી અને ગામમાં ગંદકી થતી હતી. પરંતુ જયારથી મીટર લાગ્યા છે. ત્યારથી મહીલાઓ પાણીનો બગાડ કરતી બંધ થઈ ગઈ છે.
રસીલાબેન પટેલ, પાણી સમીતીના સભ્ય છે તેઓ જણાવે છે કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો. એમાં રાજય સરકારની ‘વાસ્મો’ની મદદ મળી એક લાખ લીટર પાણીનો ટાંકો ટામમાં નવીન બનાવાયો. તો મીટર પાણીની લાઈનો સહીતનો ખર્ચમાં સરકારે મદદ કરી અને એના પ્રતાપે આજે ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહી છે.
આ ગામની અનોખી પહેલની કારણે સરકારી બીરદાવી છે અને ભારત સરકાર દ્વારા પશ્ચિમ ઝોન શ્રેષ્ઠ ગામ પંચાયતનો એવોર્ડ અપાયો છે. એક સમયે પાણીની તાણ અનુભવતું તખતગઢ આજે પાણીદાર બની ગયું છે.
જેનાથી ગામની મહીલાઓને શાંતિ થઈ ગઈ છે. પાણીના વપરાશનું બિલ આવતું હોવાને લઈને ગામમાં પાણીનો બગાડ નહીવત થઈ ગયો છે. તખતગઢ ગામ જેવી સુવિધાઓ અન્ય ગામોમાં શરૂ કરાય તો પાણીના પોકારો ટાળી શકાય.