ગુજરાતનું એક એવું ગામ જે ધુળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવે છે
મેઘરજ તાલુકાના બાંઠીવાઙા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધુળીટીના દિવસે ઉજવવામાં આવે છે.
પ્રતિનિધિ દ્વારા,ભિલોડા, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાઙા ગામે હિન્દુ ધમઁનો હોળીનો પવિત્ર તહેવાર બાંઠીવાઙાના આજુબાજુના બાર મુવાઙાના હજારો લોકોની જનમેદની ભેગી મળી હોળીના બીજા દિવસે એટલેકે ધુળેટીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ સોમવારના રોજ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જાેવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.બાંઠીવાડા વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે હોળી ઉજવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે.
મેઘરજ તાલુકાના બાંઠીવાઙા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધુળીટીના દિવસે ઉજવવામાં આવે છે.આ ગામમાં આજુબાજુ આવેલ બાર મુવાઙાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાઙીયા રમવા માટે રંગબેરંગી લાકઙીઓ સાથે એકત્ર થયા હતા અને એકત્ર થયેલ આ લોકોએ મુવાઙા વાર અલગ અલગ જુથ બનાવી હોળીના ઢોલના તાલે દાઙીયાની રમઝટ જમાવી હતી.
જેમાં યુવતીઓ અને મહિલાઓ ધ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકષઁણનુ કેન્દ્ર બન્યુ હતુ.અને દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી.અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નાળીયેર હોમવા લોકો મોટી સંખ્યામાં લાઈનમાં જાેઙાયા હતા.
અને હજારોની સંખ્યામાં હોળીમાં નાળીયેર હોમાયા હતા આ નાળીયેર હોમાવવાના દ્રશ્ય જાેય સૌ લોકો આશ્ચયઁ ચકિત થયા હતા.આ સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો,વૃધ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જાેવા મળ્યો હતો અને આ રીતે બાર મુવાઙાની સંયુક્ત હોળીની ધામધુમ પુવઁક ઉજવણી કરવામાં આવી હતી.*