Western Times News

Gujarati News

ગુજરાતને 20, રાજસ્થાનને 12.5, બેંગ્લોરને 7 અને લખનૌને 6.50 કરોડ મળ્યા

અમદાવાદ, આઈપીએલ-15નું સમાપન થઈ ચૂક્યું છે. ગુજરાત ટાઈટન્સ-રાજસ્થાન રોયલ્સ વચ્ચેના ફાઈનલ મુકાબલામાં ગુજરાતે સાત વિકેટે શાનદાર જીત હાંસલ કરીને ટ્રોફી ઉઠાવી છે.

આ મેચ બાદ યોજાયેલી એવોર્ડ સેરેમનીમાં ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 20 કરોડ અને રનર્સઅપ રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લેઑફમાં ત્રીજા સ્થાને રહેનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 અને લખનૌ સુપરજાયન્ટસને 6.50 કરોડના ઈનામથી નવાજવામાં આવી હતી.

પાછલા વર્ષની જેમ જ આ વર્ષે પણ આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તો રનર્સઅપ ટીમના ઈનામની રકમમાં પણ કોઈ વધારો કરાયો નથી. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગની 15મી સીઝનમાં અનેક રોમાંચક મેચ જોવા મળી હતી જેમાં અનેક નવા ખેલાડીઓ પણ ઉભરીને સામે આવ્યા છે અને તેમની જિંદગી બદલાઈ ગઈ છે.

આઈપીએલમાં ખર્ચ થનારી રકમને લઈને હંમેશા ટૂર્નામેન્ટ ચર્ચામાં રહે છે. ટીમને મળનારી ઈનામી રકમ ઉપરાંત અનેક એવોર્ડ પણ આપવામાં આવે છે જેમાં ઑરેન્જ કેપ, પર્પલ કેપ, ફેયર પ્લે એવોર્ડ સહિતના સમાવિષ્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.