Western Times News

Gujarati News

ગુજરાતનો પહેલો કિસ્સો: ૧૫ વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા

Files Photo

અમદાવાદ: મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. પરંતુ પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ૧૫ વર્ષના તરુણને મ્યુકોરમાઈકોસિસ થયો છે. ૧૫ વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ જાેવા મળ્યો છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત પણ કાઢવા પડ્યા છે.

કોરોનાની સારવાર બાદ આ કિશોર મ્યુકરમાઇકોસિસનો શિકાર થયો હતો. હાલ આ કિશોર ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત કાઢવા પડ્યા છે. ત્યારે આ વિશે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. અભિષેક બંસલે જણાવ્યું કે, હાલ આ કિશોર સ્વસ્થ છે અને તે દેખરેખ હેઠળ છે. ૧૫ મહિનાના કિશોરને ગત મહિને કોરોના થયો હતો. તે માટે તે ૧૦ દિવસ હોસ્પિટલમાં એડમિટ હતો. એપ્રિલ મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન બાળકને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

તેના બાદ ૨૪ એપ્રિલના રોજ તે કોરોનામુક્ત થઈને ઘરો ગયો હતો. તેના પછીના અઠવાડિયામાં તેનામા મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જાેવા મળ્યા હતા. તેને દાંતમાં અને તાળવામાં તકલીફ હતી. તેથી તાત્કાલિક તેનુ ઓપરેશન કરવુ પડ્યું હતું. ઓપરેશન કરીને તેનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે.

કોરોનાની પહેલી લહેરમાંથી બાળકો હેમખેમ ઉગારી ગયા હતા. પરંતુ બીજી લહેરમાં બાળકોમાં પણ કોરોના જાેવા મળ્યો છે. પરંતુ કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જાેવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં કેસ જાેવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે.

ડો. અભિષેક બંસલ કહે છે કે, હમણા સુધી આપણે માનતા હતા કે ડાયાબિટીસ અને કોમોર્બિટમાં મ્યુકોર થતુ હતું. પણ કોરોનાની બીજી લહેરમાં એડલ્ટમાં મ્યુકોર જાેવા મળ્યો છે. પવન અને શ્વાસ સાથે નાકમાં તે એન્ટર થાય છે. તેથી તે નાકમાં જન્મ લે છે. સાયનસમાં ફેલાય છે,

ત્યાંથી આંખમાં, આંખથી મગજ અને ફેફસા સુધી પહોંચી જાય છે. તેથી લોકોએ કોઈ પણ પ્રકારના ઓવર ક્રાઉડમાં ન જવુ હિતાવહ છે. કોરોનાને લગતી બધી જ સાવધાની રાખવાની જરૂરી છે. જાે કોરોના ના થાય તો સેકન્ડરી કોમ્પ્લીકેશન ન થાય. તરુણોમાં મ્યુકોરના કોઈ અલગ લક્ષણો નથી. વૃદ્ધો અને તરુણોને સરખા લક્ષણો છે. નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું. કોરોના થયા બાદ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.