Western Times News

Gujarati News

ગુજરાતમાંથી વધુ એક બોડી બિલ્ડરનું કોરોનાના લીધે મોત

Files Photo

વડોદરા: દેશમાં પોતાની બોડીના લીધે ખ્યાતિ પ્રાપ્ત કરનારા પ્રોફેસનલ બોડી બિલ્ડર રવિવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગયા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પણ ૩૪ વર્ષના ગુજરાતના બોડી બિલ્ડર જગદીશ લાડે સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા હતા. સિદ્ધાર્થ ચૌધરી કે જમની ઉંમર પર જગદીશ લાડની ઉંમરની આસપાસમાં જ હતી, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જાેકે, તેમની તબિયત રવિવારે વધારે ખરાબ થઈ ગઈ હતી. સિદ્ધાર્થ ચૌધરી બીજા નંબરના બોડી બિલ્ડર છે કે જેમનું ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કોરોનાના કારણે મોત થયું છે. સ્ટેટ બોડી બિલ્ડિંગના વાઈસ પ્રસિડેન્ટ વિજય પંચાલ જણાવે છે કે, “ચૌધરી ગુજરાતના પ્રખ્યાત બોડી બિલ્ડર હતા. બે મહિના અગાઉ સુરતમાં યોજાયેલી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધા તેઓ રનર્સ-અપ રહ્યા હતા. વિજય પંચાલે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદના રહેવાસી હતા, તેઓ પણ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તેઓ ઘણાં વર્ષોથી બોડી બિલ્ડિંગ કરતા હતા. વિજય પંચાલે ઉમેર્યું કે, “સિદ્ધાર્થ ચૌધરી પાછલા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા, તેમના નિધનથી તેઓ પોતાના પત્નીને વિલાપ કરતા મૂકી ગયા છે. સિદ્ધાર્થ પ્રોફેશનલ ટ્રેનર તરીકે કામ કરતા હતા અને તેઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતા. ગુજરાતના બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં એક પછી એક અઠવાડિયાના અંદર દુઃખદ ઘટના બની છે. આ પહેલા ૩૦ એપ્રિલના રોજ ઈન્ટરનેશનલ બોડી બિલ્ડર જગદીશ લાડનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેઓ માત્ર ૩૪ વર્ષના જ હતા, જેઓ તેમના પત્ની અને દીકરીને વિલાપ કરતા મૂકી ગયા છે,

જગદીશ લાડ બોડી બિલ્ડિંગ સ્પર્ધમાં ‘ભારત શ્રી’ ટાઈટલ જીત્યા હતા, જગદીશ લાડ મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના છે, તેઓ પહેલા નવી મુંબઈમાં રહેતા હતા અને ત્રણ વર્ષથી ગુજરાતમાં રહેતા હતા. કોરોના જેવી સ્થિતિમાં તમારું હેલ્થ સારું હોય તે જરુરી છે. આવામાં પોતાના શરીરની ખાસ કાળજી રાખનારા બોડી બિલ્ડર કે જેઓ નાની વયના હતા તેમના મૃત્યુ થતા સામાન્ય પ્રજાને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.