ગુજરાતમાં આ દિવસોમાં હાડ થિજવતી ઠંડી માટે તૈયાર રહેજો
અમદાવાદ, રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંકિત પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર પુર્વીય રાજ્યોમાં તેમજ વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર સર્જાતા આગામી ૨૩ થી ૨૮મી જાન્યુઆરી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જાેર વધશે. જેને પગલે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં ૧૦ વર્ષ બાદ લધુત્તમ તાપમાનનો પારો ૭ ડિગ્રીથી નીચો જાય તેવા એંધાણ છે.
૨૩મી જાન્યુઆરી થી ૨૮મી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ૭ ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી ૬ દિવસો સુધી કડકડતી ઠંડીની વકી કરવામાં આવી છે. જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જાેવા મળી રહ્યો છે.આમ દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર ૮થી ૧૦ ફુટ ઉંચા મોજા ઉછળતાં જાેવા મળ્યાં છે.HS