ગુજરાતમાં એક જ દિવસમાં ૭ દુષ્કર્મીઓને આજીવન કેદની સજાનો હુકમ કરાયો

(એજન્સી)ગાંધીનગર,
ગુજરાતમાં પોક્સો સહિતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવા બનાવો પર અંકુશ આવે
અને પીડિતાને ઝડપથી ન્યાય મળે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરોપીઓ વિરુદ્ધ ઠોસ પુરાવા સાથે મજબૂત કેસ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ પણ દુષ્કર્મનો બનાવ બન્યા બાદ જેમ બને તેમ ઝડપથી આરોપીઓ વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરી તેમને સજા અપાવી રહી છે.આજથી બે દિવસ અગાઉ પોક્સો કેસમાં ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ ચુકાદા સામે આવ્યા છે. જેમાં એક જ દિવસની અંદર કોર્ટે ૭ દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
જેના કારણે એક જ દિવસમાં રાજ્યના અમરેલી, રાજકોટ અને વડોદરા જિલ્લાની ૭ પીડિતાઓને ન્યાય મળ્યો છે.પ્રથમ કેસમાં અમરેલી જિલ્લાના બહારપરા ગામમાં ગત ૧૭ નવેમ્બર, ૨૦૨૩ના રોજ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં બનાવ બન્યાના ૧ વર્ષ ૨ માસ અને ૧૪ દિવસના અંતે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કોર્ટે આરોપીને સજા સંભળાવવામાં આવી છે.
બીજા કેસમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગત ૧૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં બનાવ બન્યાના ૨ વર્ષ, ૫ મહિના અને ૩ દિવસ બાદ કોર્ટે આરોપીને સજા ફટકારી છે.ત્રીજા કેસમાં અમરેલી જિલ્લાના સોનારિયા ગામમાં ગત ૨૬ મે, ૨૦૨૩ના રોજ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં બનાવ બન્યાના ૧ વર્ષ, ૮ મહિના અને ૩૦ દિવસ બાદ કોર્ટે આરોપીને સજા ફટકારી છે.ચોથા કેસમાં રાજકોટના આજી ડેમમાં ગત ૨૮ જુલાઈ, ૨૦૨૩ના રોજ દુષ્કર્મની ઘટના બની હતી.
જેમાં ૪૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે બનાવ બન્યાના ૧ વર્ષ, ૭ મહિના અને ૨૩ દિવસ બાદ કોર્ટે આરોપીને સજા ફટકારી છે.પાંચમાં કેસમાં રાજકોટ ગ્રામ્યના પાટણવાવમાં ગત ૨૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં પોલીસે ૩૯ દિવસમાં જ તપાસ પૂર્ણ કરી હતી. આ કેસ ચાલી જતાં ૧૦ મહિના અને ૨ દિવસ બાદ આરોપીને સજા સંભળાવવામાં આવી છ