ગુજરાતમાં એસટીની સાથે ખાનગી બસો પણ દોડાવાશે
અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા અનલાકની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે એસટીની બસો સાથે ૬૦ ટકા કેપેસિટી સાથે ખાનગી બસો પણ દોડશે. જ્યારે સોમવારથી અમદાવાદ સુરતમાં આ ખાનગી બસો ૫૦ ટકા કેપેસિટી સાથે દોડશે. રાજ્યમા અનલોક–૧ અંતર્ગત કઈ કઈ બાબતોની છૂટ મળી છે તેનો ઉલ્લેખ આ જાહેરનામામાં કરવામાં આવ્યો છે. રાજ્યના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રકારની પ્રવૃતિ પર પાબંદી છે તેની બહાર નીચેની પ્રવૃતિઓ શરૂ કરી શકાશે.
રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર સાથે હોટલ્સ, ક્લબ્સ, મોલ અને મોલની દુકાનો ૮ જૂનથી ખૂલશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે રેસ્ટોરાં અને તમામ ફૂડ જોઇન્ટ્સ ખૂલસે. તમામ રિટેઇલ દુકાનો ખોલી શકાશે. ઇન્ડસ્ટ્રીસમાં અને કારખનાઓમાં ૧૦૦ ટકા સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉદ્યોગો ખોલી શકાશે. ફેરિયાઓ ૮મી જૂન પછી વેપાર ધંધો કરી શકાશે.
ધાર્મિક સ્થળો ઃ ૮મી જૂનથી ધાર્મિક સ્થળો ખૂલશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. લગ્નમાં ૫૦ વ્યક્તિ અને મરણમાં ૨૦ વ્યક્તિ સાથે કાર્યક્રમ યોજી શકાશે. સોમવારથી પાનની દુકાનો અને ચાની કિટલીઓ ખૂલશે. પાનના ગલ્લા પરથી ફક્ત પાર્સલ લઈ શકાશે. જાહેરમાં થૂક્યા તો ખેર નથી. પરમીટ ધારકો માટે દારૂની દુકાનો પણ ખૂલશે. ૬૦ ટકા સ્ટાફ સાથે લાયબ્રેરીસ પણ ખૂલશે જીએસઆરટીસી સિટી બસ, ખાનગી બસો સોશિયલ ડિસન્ટન્સીંગ સાથે આખા રાજ્યમાં દોડશે. જ્યારે અમદાવાદ સુરતમાં ૫૦ ટકા કેપેસિટી સાથે સિટી બસ દોડશે. કન્ટેઇનમેન્ટ ઝોન બહાર અન્ય શહેરોમાં ૬૦ ટકા કેપેસિટી સાથે બસો દોડશે. ખાનગી બસો લક્ઝરીઓ ૫૦ ટકા કેપિસિટી સાથે અમદાવાદ-સુરતથી દોડશે. પ્રાઇવેટ બસો આ શહેરની બહાર ૬૦ ટકા સ્ટાફ સાથે દોડશે.