ગુજરાતમાં કપ્પાવેરિયન્ટના ૧૦ મામલા સામે આવતા સનસનાટી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/corona1-1-1024x639.jpg)
ગાંધીનગર: કોરોનાવાયરસના એક પછી એક નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ પછી વધુ ખતરનાક વેરિયન્ટ કપ્પા પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના કેટલાક કેસ જાેવા મળ્યા છે. બનાસકાંઠામાં બીએસએફ કેમ્પના જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે.
નોંધનીય છે, સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે કપ્પા ઘાતક સાબિત નથી થયો. સ્વાસ્થ્ય વિભાગના એડિશ્નલ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે દેશના કોરોના સંક્રમણ વાળા દર્દીઓમાં ડેલ્ટા, આલ્ફા, બીટા અને ગામા વેરિયન્ટ મળી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તથા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ આઈસીએમઆર તેના પર નજર રાખી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા અને કપ્પા વેરિયન્ટની હાજરી મળી આવી છે. ડેલ્ટા વેરિયન્ટથી જ ઉત્પરિવર્તન કરી કપ્પા વેરિયન્ટ બન્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કપ્પા વેરિયન્ટ ઘાતક સાબિત નથી થયો. અમદાવાદ અને અન્ય બે શહેરોમાંથી કપ્પા વેરિયન્ટના ૧૦ કેસ સામે આવ્યા છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સીમા સુરક્ષા બળના કેમ્પમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ સામે આવ્યા છે.
કોરોનાના મામલા ઘટતાની સાથે જ રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાનો ફેસલો કર્યો છે. સોમવારથી રાજ્યમાં ધોરણ ૯થી ૧૧ના વિદ્યાર્થીઓ માટે તમામ સ્કૂલો ખોલી મૂકવામાં આવી છે. સરકારે ઑફલાઈનની સાથે જ આ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ પણ યથાવત રાખવાનો નિર્દેશ આપ્યો છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ માટે ૯ જુલાઈથી જ સ્કૂલો ખોલી મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં થયેલ કોર કમિટીની બેઠકમાં આ ફેસલો લેવાયો છે.
સ્કૂલ સંચાલકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મહત્તમ ૫૦ ટકા ઉપસ્થિતિ સાથે જ સ્કૂલોનું સંચાલન થશે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનું થર્મલ ગનથી તાપમાન માવું, હાથ સેનેટાઈઝ કરવા સાથે જ માસ્ક પહેરવાં ફરજીયાત છે. ક્લાસ રૂમમાં પણ શારીરિક દૂરીના નિયમોનું પાલન કરવું પડશે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ વાલીઓનું સહમતિ પત્ર લાવવું પડશે. શિક્ષણમંત્રી ભૂપેંદ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું કે કોર કમિટી અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલ ખોલવા પર જલદી જ વિચાર કરશે.