ગુજરાતમાં કાતિલ ઠંડીઃ સૌથી ઠંડુગાર કચ્છનું નલીયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના બધા શહેરોમાં કાતિલ ઠંડી પડવાથી જનજીવન પ્રભાવિત થયુ છે. મોટાભાગના શહેરોમાં પારો ૧૦ ડીગ્રીથી નીચે જાવા મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી ઠંડુગાર કચ્છનું નલીયા છે. જ્યાં ઉષ્ણતામાન ૩.૬ ડીગ્રી નોંધાયુ છે. આ વર્ષ ગુજરાતમાં ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે હજુ બે દિવસ કોલ્ડવેવે’ રહેશે. છેલ્લા પ વર્ષમાં આ વર્ષે ડીસેમ્ર માસમાં ગુજરાતમાં વધુ ઠંડીપડી રહી હોવાનું જાણવા મળે છે.
સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ-ભૂજમાં પારો ર થી ૩ ડીગ્રી નીચે જતા ઠંડીનું જાર વધ્યુ છે. કાતિલ ઠંડીની અસર જનજીન પર પણ પડી રહી છે. ઠડીના કહેરથી લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડીની સાથે સાથે સુસવાટા પવનથી લોકો ધૃજી રહ્યા છે. સૌથી કરૂણ દશા ફૂટપાથ પર રહેતા ગરીબ લોકો તથા પશુ-પક્ષીઓની જાવા મળે છે.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા તથા ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનું ઉષ્ણતામાન ૧૪ ડીગ્રી નોંધાયુ છે. સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યુ છે.
સમગ્ર ભારત આજે ઠંડીથી ઠંડુગાર બની રહ્યુ છે. દિલ્હીમાં તો ઠંડીએ ૧ર૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે દિલ્હીનું ઉષ્ણતામાન ર.૪ ડીગ્રી નોંધાયુ છે. જમ્મુ-કાશ્મીરમાં સખ્ત હીમવર્ષાને કારે ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. કાશ્મીરમાં સૌથી વધુ ઠંડુ શહેર દ્વાસ સેક્ટર- જ્યાં -૩૦ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. જ્યારે લેહમાં -ર૧ ડીગ્રી, પહેલગામમાં -૧ર ડીગ્રી કુપવાડામાં -૬, શ્રીનગરમાં -પ ડીગ્રી ઉષ્ણતામાનને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયુ છે.
અનુભવીઓના જણાવ્યાનુસાર છેલ્લા ૧૦૦ વર્ષમાં આ વર્ષે ડીસેમ્બર માસ સૌથી ઠંડો રહ્યો છે. કુદરતના કોલ્ડ એટેકથી લોકો થર થર ધૃથી રહ્યા છે. ઉતર ભારતમાં મોટાભાગની શાળાઓ બંધ રહે છે. અને જ્યાં શાળાઓ-કોલેજા ચાલુ છે ત્યાં હાજરી પણ ખુબ જ પાંખી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પંજાબના ચંદીગઢમાં ર૦૦૯ બાદ વધુ ઠંડી પડી હોવાનું માનવામાં આવે છે. કેદારનાથે જાણે બરફની ચાદર ઓઢી ન હોય એવું દ્ષ્ય જાવા મળે છે.ે
જ્યાં જ્યાં નજર નાંખો ત્યાં ત્યાં બરફ જ બરફ જાવા મળે છે. જયારે માઉન્ટ આબુમાં -૧ ઉષ્ણતામાન નોંધાયુ છે. જેને કારણે નખી લેકનું પાણી પણ થીજી ગયુ છે. પહાડી વિસ્તારોમાં ઉષ્ણતામાન -ર૦ થી -૩૦ ડીગ્રી નોંધાયુ છે. સમગ્ર દેશમાં કોલ્ડ વેવની અસર જાવા મળી રહી છે.