ગુજરાતમાં કુલ વપરાયેલા વેક્સિન ડોઝના ૧.૪૪ ટકા ડોઝનો બગાડ

પ્રતિકાત્મક
ગાંધીનગર: કોરોનાથી બચવા માટે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. આવામાં વેક્સિન જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની વેક્સીનેશનને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, તમામ રાજ્યો વેક્સિનના સેકન્ડ ડોઝ પર ભાર આપે. સાથે જ કહ્યું કે, વેક્સિનના ડોઝનો ઓછામાં ઓછો વેસ્ટેજ થાય. ત્યારે હાલ ગુજરાતમાં આજની સ્થિતિએ કુલ વપરાયેલા વેક્સિનના ડોઝમાંથી ૧.૪૪ ટકા ડોઝનો બગાડ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત પાસે આજની સ્થિતિએ ૮,૩૨,૩૯૮ વેક્સિનના ડોઝ હાલ ઉપલબ્ધ છે. જેમાં અત્યાર સુધી ૧,૪૮,૭૦,૪૯૦ વેક્સિન ડોઝ (વેક્સિન રજિસ્ટ્રેશન) રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી મળ્યા છે. જે પૈકી ૧,૪૦,૩૮,૦૫૨ વેક્સિન ડોઝનો રાજ્ય સરકારે વપરાશ કર્યો છે. તેમજ કુલ વપરાશ થયેલ વેક્સિનના ડોઝમાંથી ૧.૪૪ ટકા વેક્સિનના ડોઝનો બગાડ થયો છે.
તો બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વેક્સીલેશનને લઇને ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કહ્યું કે, તમામ રાજ્યો સેકન્ડ ડોઝ પર ભાર આપે. કેન્દ્ર તરફથી મળતા વેક્સિનનો ૭૦ ટકાનો જથ્થો સેકન્ડ ડોઝ માટે અને ૩૦ ટકા જથો ફસ્ટ ડોઝ માટે અનામત રાખે. તમામ રાજ્યો વેક્સિનનાં ડોઝનો વેસ્ટેજ ઓછામાં ઓછો થાય. તે માટે કેન્દ્રને રાજ્યોને સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજયનાં એનએચએમના વડાઓ સાથે આ મુદ્દે ખાસ મંત્રણા કરી છે.