ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની જવાબદારી અહેમદ પટેલને સોંપાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ગુજરાતની ૪ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ખેંચતાણ થઈ છે અને ઉમેદવારોની પસંદગીના મુદ્દે કેટલાક ધારાસભ્યો ખૂબ જ નારાજ થઈ ગયા છે જેનો લાભ ભાજપ ઉઠાવે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ પરિÂસ્થતિમાં ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થવાની દહેશતથી મોવડી મંડળ સતર્ક બની ગયું છે અને પ્રદેશ નેતાઓને તમામ ધારાસભ્યો સાથે સંપર્કમાં રહેવા આદેશ આપ્યો છે સાથે સાથે હવે આ તમામ ધારાસભ્યોની જવાબદારી કોંગ્રેસના અગ્રણી અહેમદ પટેલને સોંપવામાં આવી છે અને તેઓ ગુજરાત આવી તમામ ધારાસભ્યો સાથે મીટીંગ કરવાના છે.
રાજયસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષો એલર્ટ થઈ ગયા છે ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેના માટે મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ભાજપે સૌ પ્રથમ તેમના બંને ઉમેદવારોના નામો જાહેર કરી દીધા હતા જયારે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ધારાસભ્યોમાં બે જૂથો સામસામે આવી ગયા હતાં જેના પરિણામે ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થયો હતો.
પાટીદાર ધારાસભ્ય અથવા તો નેતાને રાજયસભાની ટિકિટ આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનું એક જૂથ ઉગ્ર રજૂઆત કરતુ હતું પરંતુ તેમની રજુઆતને અવગણવામાં આવી છે. કોંગ્રેસે આખરે ભરતસિંહ સોલંકી અને શક્તિસિહ ગોહિલને ઉમેદવાર બનાવતા જ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે જેના પગલે હવે ભાજપ પણ સક્રિય બની ગયું છે ભાજપે તેમના પ્રથમ બે ઉમેદવારો જાહેર કર્યાં બાદ ગઈકાલે પાટીદાર નેતા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા રાજકીય ક્ષેત્રે ખૂબજ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ મુદ્દે ટ્વીટ કરતા મોવડી મંડળ ચોંકી ઉઠયું છે.
વર્તમાન સ્થિતિ જાતા કોંગ્રેસમાં ક્રોસ વોટીંગ થવાની દહેશત સેવાઈ રહી છે જેના પગલે હવે તમામ ધારાસભ્યોને એક જૂથ રાખવાનો નિર્ણય લેવાયો છે આ ઉપરાંત મોવડી મંડળ પણ ગુજરાતના મુદ્દે ચિંતિત જાવા મળી રહયું છે. ગુજરાતમાં ૧૦થી વધુ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તેવી શકયતાના પગલે તમામ ધારાસભ્ય સાથે સંપર્ક કરવાનો મોવડી મંડળે આદેશ આપતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તમામ ધારાસભ્યો સાથે સતત વાતચીત કરી રહયા છે. આ દરમિયાનમાં પરિસ્થિતિ વધુ ડહોળાઈ હોવાનું મનાતા આખરે મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યોની જવાબદારી ગુજરાતના નેતા અહેમદ પટેલને સોંપવામાં આવી છે.
જવાબદારી સોંપવામાં આવતા જ અહેમદ પટેલ તાત્કાલિક ગુજરાત આવી પહોંચવાના છે અને તેઓ દરેક ધારાસભ્ય સાથે વ્યક્તિગત મળી તેમની સાથે ચર્ચા કરવાના છે આમ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતાને ઉમેદવાર બનાવતા કોંગ્રેસમાં અરાજકર્તા સર્જાઈ ગઈ છે. જાકે હાલમાં પ્રદેશ નેતાઓ તમામ ધારાસભ્યો એક સુત્ર છે તેવી વાતો કરી રહયા છે પરંતુ આંતરિક જૂથબંધી બહાર આવી રહી છે.