ગુજરાતમાં કોંગ્રેસનો ભુંડો પરાજય થશે: પ્રશાંત કિશોર
અમદાવાદ, ગુજરાતમાં કોંગ્રેસનાં બુરા દિવસો ખતમ થવાનું નામ જ નથી લેતા તેવું લાગી રહ્યું છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ સાથ છોડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મોટો ઘા સહ્યા બાદ હવે પાટીદારોના સારીએવી પકડ ધરાવતા હાર્દિક પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત નરેશ પટેલ પણ આવે તેવી શક્યતાઓ પણ ઓછી જાેવા મળી રહી છે.
આ ઉપરાંત હજી પણ ૫ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડવાની ફિરાકમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેના પગલે કોંગ્રેસ પહેલાથી જ દબાણનો સામનો કરી રહી છે.
ગુજરાત કોંગ્રેસ માટે આટલું ઓછું હોય તેમ પ્રશાંત કિશોરે હવે ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગુજરાત કોંગ્રેસ અંગે રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી ભાખી છે.
પ્રશાંત કિશોરે જણાવ્યું કે, આ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો ખુબ જ ભુંડો પરાજય થશે. જે પ્રકારે કોંગ્રેસની હાલની સ્થિતિ છે તે જાેતા ગુજરાત કોંગ્રેસ ખુબ જ નબળી સ્થિતિમાં આવી પડશે. આ સમાચારના પગલે હવે ગુજરાત કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓનાં આત્મવિશ્વાસમાં નુકસાન થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરના સર્વેના આધારે જ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જાેડાય તેવી શક્યતાઓ હતી. જેના કારણે હવે પ્રશાંત કિશોરની આ ભવિષ્યવાણી બાદ હવે પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જાેડાય તેવી શક્યતાઓ હવે નહીવત્ત થઇ ચુકી છે.
તેવામાં કોંગ્રેસ હવે નિરાધાર બની ચુકી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ અને તેના જુના નેતાઓ ફરી એકવાર કોંગ્રેસનો દોર હાથમાં સંભાળશે અને વહેતી ગાડી ૨૦ ગાઉની ઉક્તિ અનુસાર ગુજરાત કોંગ્રેસને જેસે થેની સ્થિતિમાં આગલ વધારશે.ss3kp