Western Times News

Gujarati News

ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી : મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓનું ખંડન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની અફવાઓ વિશે કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યુ છે તેવુ નથી, અનેક રાજ્યોમાં ગુજરાત કરતા વધુ કેસ છે. ગુજરાતમાં સારી રીતે ચૂંટણી પાર પાડી. ગુજરાતમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેસ ઓછા હતા. તે સમયે આખા દેશમાં કેસ ઓછા હતા. પરંતુ માર્ચ મહિનાથી સંક્રમણ વધ્યું. મહારાષ્ટ્ર પંજાબ કેરળ ક્યાંય ચૂંટણી ન હતી.

ત્યાં પણ સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં રોજ ૨૫ હજાર કેસ આવી રહ્યાં છે. પંજાબમાં ૨૫૦૦ થી વધુ કેસ આવે છે. ત્યારે ગુજરાતમાં કેસ થોડા ઓછા છે, સરકારે તાકીદે પગલા લીધા છે. પરંતુ કોઈ લોકાડઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી આવવાનો. માત્ર શનિવારે અને રવિવારે મોલ અને થિયરેટરમાં જે ગેધરીંગ થાય છે ત્યાં એક્ટિવિટી બંધ રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં ત્રણવાર કોરોનાની પીક લહેર આવી ચૂકી છે. ત્યારે પણ સંયમપૂર્ણ ધૈર્ય સાથે એ પીકને પણ વટાવી છે. સરકારે બધી તૈયારી કરી છે. લોકોએ પેનિક થવાની જરૂર નથી. પણ સાવચેત રહેવાની જરૂર છે. તેથી જ બધા અવશ્ય માસ્ક પહેરે. ભીડે એકઠી ન કરો. સોશિયલ ડિસ્ટન્સ જળવાય જરૂરી છે. તકેદારી રાખવી જાેઈએ. હાલ બે જ ઈલાજ છે. માસ્ક અને વેક્સીનેશન, તેથી માસ્ક પહેરો અને વેક્સીનેશન ઝડપથી કરાવો. આ સાયકલને સારી રીતે પાર પાડીશું અને સંક્રમિત લોકોને સરાકરે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી છે. ઝડપથી સાજા થાય તે રીતની વ્યવસ્થા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ ૬૦ હજાર બેડ તૈયાર રાખ્યા હતા. હાલ જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડનો આદેશ આપ્યો છે. તે મુજબ સરકાર રોજ રિવ્યૂ કરે છે. મહારાષ્ટ્રમાઁથી આવતા લોકોનું ગુજરાત બહારથી આવતા લોકોનું સ્કેનિંગ કરી રહ્યાં છે. અવનજવન ચાલુ છે ત્યારે સાવચેતી પણ લીધી છે. ભાજપે પણ બધા કાર્યક્રમો સ્થગિત કર્યાં છે. સરકારે પણ કાર્યો મોકૂફ રાખ્યા છે. બજેટ સત્ર છે તેથી તેમાં સમયસર બજેટ પસાર કરવુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.