ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. હિંસા ભાજપની હાર છે.: કેજરીવાલ
નવીદિલ્હી: અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટિ્વટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યું કે જાે ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાના કામ કરો, વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં.
તે બાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટિ્વટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને હ્લૈંઇ દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. ઘટના બાદ આપ નેતા ઈસુદાન ગઢવીએ ફ્ફ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે
”આ ગુજરાત હવે બિહાર બની રહ્યું છે. જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જાેયા છે.”
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ”કાર્યકર્તાઓને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો છે. કાયદો અને વ્યવસ્થાની ખૂબ જ ગંભીર સ્થિતિ ગુજરાતમાં છે. ભાજપ પ્રેરિત ગુંડાઓએ જે રીતે હુમલા કર્યા છે તે બાદ પરિસ્થિતિ ગંભીર છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા છે.”
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જાેઈ શકાય છે.