Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાનાં નવા કુલ ૬૫૪ કેસ નોંધાયા

રાજ્યમાં આજના દિવસમાં કુલ ૧,૮૮,૧૨૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતાઃ ૨૯૪૫ નાગરિકો સ્ટેબલ

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનાં નવા ૬૫૪ કેસ નોંધાયા છે. બીજી તરફ ૬૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૬૫૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ૯૮.૪૩ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં આજના દિવસમાં કુલ ૧,૮૮,૧૨૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૯૬૨ કેસ એક્ટિવ છે. જે પૈકી ૧૭ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૨૯૪૫ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૮,૬૫૨ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૧૧૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૬૫૪ નવા નોંધાયેલા કેસ પૈકી ૩૧૧ અમદાવાદ કોર્પોરેશન, ૯૭ સુરત કોર્પોરેશન, ૩૮ વડોદરા કોર્પોરેશન, આણંદ ૨૧,

રાજકોટ કોર્પોરેશન ૨૧, સુરત ૧૯, ખેડા ૧૩, જામનગર કોર્પોરેશન ૧૨, કચ્છ ૧૨, રાજકોટ ૧૧, વલસાડ ૧૧, નવસારી ૧૦, ભરૂચ ૯, ગાંધીનગર ૯, અમદાવાદ ૬, ભાવનગર કોર્પોરેશન ૬, જામનગર ૫, મહીસાગર ૫, મહેસાણા ૫, અમરેલી ૪, મોરબી ૪, તાપી ૪, પોરબંદર ૩, સાબરકાંઠા ૩, વડોદરા ૩, બનાસકાંઠા ૧, જુનાગઢ કોર્પોરેશન ૧ અને પંચમહાલમાં ૧ કેસ નોંધાયો છે.

આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩ને રસીનો પ્રથમ ૬૯૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારીને ઉંમરના ૬૯૫૯ નાગરિકોને રસીનો પ્રથમ, ૪૧૫૩૬ નાગરિકોને રસીનો બીજાે ડોોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૪૫૬૧ નાગરિકોને રસીનો પ્રથમ ૧૧૪૩૭૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧,૮૮,૧૨૫ રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૯૪,૩૫,૩૪૫ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.