ગુજરાતમાં કોરોનાના કારણે ૩ લાખથી વધુ લોકોના મોત થયાઃ પરેશ ધાનાણી
ગાંધીનગર, કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો હતો. તો સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો પરંતુ હવે કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવ્યું છે. હાલ રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને નવા કેસ પણ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હવે કોરોનાના મૃત્યુ આંકને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને સહાય આપવા માટે કોવિડ ૧૯ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીી ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ કરતાં પણ વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.
રિપોર્ટ અનુસાર પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, કોરોનામાં રાજ્યમાં ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા છે. પણ સરકારી ચોપડે માત્ર ૧૦ હજાર લોકોના મૃત્યુ બતાવવામાં આવ્યા છે ગત મે મહિના પહેલા અઠવાડિયાથી કોંગ્રેસ દ્વારા સોશિયલ ઓડીટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યના ૧૮ હજાર ગામડાનામાં ગયા હતા.
રાજ્યની ૧૧૨ નગરપાલિકા અને મહાનગરપાલિકાની આંકડા આવ્યા હતા. રાજ્યની ૫૪ નગરપાલિકામાં ૫ ટકા કરતાં વધુ વસ્તીમાં ૨૦૧૯-૨૦ અને ૨૧માં ૧૦ મે સુધી આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. આટલુ જ નહીં કોંગ્રેસ દ્વારા ગુજરાત બચાવો અભિયાન અંતર્ગત આરટીઆઇના માધ્યમથી પણ માહિતી મેળવવામાં આવી હતી જેમાં મૃત્યુની નોંધણી રજીસ્ટર કોપી મેળવવામાં આવી છે.
પરેશ ધાનાની એવું પણ જણાવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ અહેવાલથી માથું ઝુકી જાય છે. જેમાં ૫ ટકા વસ્તીમાં ૧૦૦ ટકા કરતાં વધુ મોત નોંધાયા છે. યુનિવર્સિટીના સંશોધન અનુસાર ૫૪ નગરપાલિકામાં સૌથી વધારે મૃત્યુ થયા છે. એપ્રિલ ૨૦૨૧માં વધારાના મોતની ટકાવારી ૪૮૦ ટકા કરતાં વધુ છે. અને જેમાં ૧૬ હજાર કરતાં વધુ લોકોના મોત થયા છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી કોરોના એ માઝા મૂકી છે. ત્યારે આપણો બધો સમય થાળી અને તાળીઓ વગાડવામાં ગયો. કોરોનાના કારણે રાજ્યમાં ત્રણ લાખ લોકોના મોત થયા છેમ સરકાર કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓએ છુપાવવાની ભૂલ ન કરે.
ગુજરાતમાં કોરોનાની બે લહેર આવી ગઇ છે અને તજજ્ઞોના મતે આગામી દિવસોમાં ત્રીજી લહેરાવી શકે છે. એવામાં રાજ્યના ૮ મહાનગરો ૨૫૬ તાલુકા અને ગ્રામ પંચાયતો મૃત્યુની નોંધણી થઇ અને રાજ્ય સરકારે ૨૦૧૯થી આજદિન સુધીના સાચા આંકડા જનતા સામે રજુ કરવા જાેઈએ.HS