ગુજરાતમાં કોરોનાના નવા કેસ લગભગ અડધા થયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાને કારણે સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૮૪.૮૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ૨૯,૮૪૪ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કુલ ૮૨૧૦ નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થયા.
અત્યાર સુધી ૬,૩૮,૫૯૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૦૪૯૦૮ કુલ કેસ છે. જે પૈકી ૭૯૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ૧૦૪૧૧૧ દર્દી સ્ટેબલ છે. ૬,૩૮,૫૯૦ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ૯૧૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે રાજ્યમાં આજે કુલ ૮૨ લોકોનાં મોત નિપજ્યાં છે.
જાે કે ગુજરાતમાં રિકવરી રેટ સુધરવાની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિપરિત બન્યા બાદ હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રોજિંદી રીતે ૧૪ હજારનાં બદલે હવે અડધા કોરોના કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ બમણો થઇ ચુક્યો છે. જે ગુજરાત માટે રાહતનાં સમાચાર છે.