Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના નવા ૧૪૧૨૦ કેસ નોંઘાયા

અત્યાર સુધીમાં કુલ ૩૯૮૮૨૪ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૭૪૦ કેસ

ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.

ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા છે.

તો બીજી તરફ માત્ર ૮,૫૯૫ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૯૮,૮૨૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૪.૦૧ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં ૯૫,૬૪,૫૫૯ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૧,૯૩,૩૦૩ વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે.

આ પ્રકારે કુલ ૧,૧૭,૫૭,૮૬૨ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે ૬૦ વર્ષથી વધારે વયના તેમજ ૪૫-૬૦ વર્ષનાં કુલ ૪૭,૪૩૨ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૭૫,૫૭૧ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જાેવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૩૩,૧૯૧ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૨૧ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૩૨,૭૭૦ લોકો સ્ટેબલ છે. ૩,૯૮,૮૨૪ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૮૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.