ગુજરાતમાં કોરોનાના નવા ૧૨૯૫૫ કેસ નોંઘાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૨,૯૫૫૫ કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૧૨,૯૫૫દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. દરમિયાનમાં આજે ૧૩૩૩ દર્દીનાં દુઃખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક ૪૬૯૩ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૪૧૭૪, સુરત શહેરમાં ૧૧૬૮, રાજકોટ શહેરમાં ૩૯૧, વડોદરા શહેરમાં ૭૨૨, મહેસાણામાં ૫૨૫, જામનગર શહેરમાં ૩૯૮, ભાવનગર શહેરમાં ૩૯૧, જૂનાગઢ શહેરમાં ૧૮૯, ગાંધીનગર શહેરમાં ૧૪૮ કેસ નોંધાયા છે.
વડોદરા જિલ્લામાં ૩૩૯, પંચમહાલમાં ૨૩૭, નવસારીમાં ૨૧૬, દાહોદમાં ૧૯૮, સુરેન્દ્રનગરમાં ૧૯૫, જૂનાગઢ જિલ્લામાં ૧૯૩, ગીરસોમનાથમાં ૧૯૨, મહીસાગરમાં ૧૮૮ કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં ૧૮૦, કચ્છમાં ૧૭૩, રાજકોટ જિલ્લામાં ૧૭૦, ગાંધીનગર જિલ્લામાં ૧૫૮, આણંદમાં ૧૫૭, અમરેલીમાં ૧૫૬, બનાસકાંઠામાં ૧૫૬, પાટણમાં ૧૫૪, સાબરકાંઠામાં ૧૪૭, અરવલ્લીમાં ૧૨૪, છોટાઉદેપુરમાં ૧૧૮, વલસાડમાં ૧૧૮, તાપીમાં ૧૧૩, મોરબીમાં ૯૨, ભરૂચમાં ૯૧, નર્મદામાં ૮૭, ભાવનગરમાં ૮૪, અમદાવાદમાં ૭૪, દેવભૂમિ દ્વારકામાં ૫૮, પોરબંદરમાં ૪૪, ડાંગમાં ૨૦, બોટાદમાં ૧૮ મળીને ૧૨૯૫૫ કેસ નોંધાયા છે. ૧૩૩ મૃત્યુ પૈકી અમદાવાદ શહેરમાં ૨૨, સુરત, વડોદરા શહેરમાં ૮-૮, મહેસાણામાં ૨, જામનગર શહેરમાં ૯, રાજકોટ શહેરમાં ૧૦, વડોદરા, જામનગર દજિલ્લામાં ૫-૫, ભાવનગર શહેરમાં ૩, સુરત જિલ્લામાં૫, પંચમહાલ, સુરેન્દ્રનગર,. મહીસાગર, ખેડા, ભરૂચ, નર્મદા પ્રત્યેક જિલ્લામાં ૨-૨ કેસ નોંધાયા છે.
જ્યારે ભાનવનગર, જૂનાગઢ, સાબરકાંઠાસુરત જિલ્લામાં ૫-૫ મોત નોઁધાયા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ૬ મોત નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ ૧,૪૮,૧૨૪એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૭૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧,૪૭,૩૩૨ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૪,૭૭,૩૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૭,૯૧૨ દર્દીનાં મૃત્યુ થયા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ ૧,૪૦, ૪૪૩ વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૧ કરોડ ૨૮ લાખ, તેતાળીસ હજાર ચારસો ત્રાંસી વ્યક્તિનું રસીકરણ થઈ ગયું છે જે પૈકીના ૧ કરોડ ૯૧ હજાર ૫૧૯ વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.