ગુજરાતમાં કોરોનાના નવા ૧૩૩૩ કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરની અસર ધીરે-ધીરે ઓછી થતી જઈ રહી છે. રાજ્યમાં આજે નવા કેસોનો આંકડો ૧,૪૦૦થી પણ ઓછો રહ્યો હતો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૩૩૩ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ લોકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આજે ૪,૦૯૮ દર્દીઓએ કોરોનાને હરાવી પોત-પોતાના ઘરે પાછા ગયા છે.
એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ રાજ્યમાં ૨૬,૨૩૨ દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી ૪૫૨ વેન્ટિલેટર પર છે. ૨૫૭૮૦ દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે ૭,૭૫,૯૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૯,૮૭૩ દર્દીઓનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે કુલ ૧૮ લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે કુલ ૧,૭૨,૯૦૧ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થયો છે તે ૯૫.૫૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૧,૩૩૩ કેસ નોંધાયા છે. જ્યારે ૪,૦૯૮ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમા કુલ ૭,૭૫,૯૫૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.