ગુજરાતમાં કોરોનાના નવા ૯૮૮ કેસ: સાતના મોત

Files Photo
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા છે. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે ૬૧ દિવસ જેટલા લાંબા સમય બાદ કોરોના પોઝિટિવનો આંકડો ૧૦૦૦ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૯૮૮ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૨૦૯ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૨૧૬૦૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૩.૧૦ ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવો સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૪૮૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૩૯.૮૦ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૧૬૨૯૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫૦૫૬૭૪ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૦૫૫૫૮ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૬ વ્યક્તિને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૧૩૯૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૪ છે. જ્યારે ૧૧,૩૩૩ લોકો સ્ટેબલ છે.
૨૨૧૬૦૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૨૪૮ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૧, બોટાદમાં ૧ દર્દી સહિત કુલ ૭ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS