ગુજરાતમાં કોરોનાના માત્ર આઠ નવા કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના માત્ર ૮ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૩ દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૭૦૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૬૪,૦૧૪ ડોઝ અપાઇ ચુક્યાં છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૩૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૩ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૩૧ નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ ૧૨,૧૨,૭૦૩ નાગરિકો ડીસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે.
આ ઉપરાંત ૧૦,૯૪૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે સકારાત્મક સમાચાર કહી શકાય. ગાંધીનગર કોર્પોરેશનમાં આજે ૩ નવા કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૩, અમદાવાદ અને દાહોદમાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૦૬૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૩૫૬૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૩૨૭ ને રસીનો પ્રથમ અને ૩૪૨૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૯૮૬૭ ને પ્રીકોર્શન ડોઝ અને ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૩૭૬૮ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. ૬૪,૦૧૪ કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં રસીના કુલ ૧૦,૫૯,૧૧,૪૨૩ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS