Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના ૧૦૮૭ કેસ નોંધાયા: ૧૫નાં મોત થયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૭ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ ૭૬૫૬૯એ પહોંચ્યો છે.૨૪ કલાકમાં ૧૦૭૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૧૨૨૫ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૧૨,૧૧,૦૪૭ થયો છે. રાજ્યમાં ૧૦૮૭ નવા દર્દીઓ સામે ૧૦૭૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૫૯૫૨૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૭૭.૭૨% ટેસ્ટ થાય છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૩,૬૦૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૯૨,૬૪૭ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૯૮૯ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪૨૯૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૭૧ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૪૨૨૮ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે.

અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં ૪-૪, જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં ૨-૨, ગાંધીનગર અને સુરતમાં ૧-૧, વડોદરા કોર્પોરેશનમાં ૧ એમ કુલ ૧૫ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જેથી મૃત્યુઆંક પણ ૨૪૪૮ થયો છે.સુરત શહેરમાં ૧૬૮ અને જીલ્લામાં ૬૪ સાથે ૨૩૨ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૫ ના મોત સાથે મૃત્યુઆંક ૫૩૪ થયો છે.વડોદરા શહેરમાં ૮૯ અને જીલ્લામાં ૧૮ સાથે ૧૦૭ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧ ના મોત સાથે મૃત્યુઆંક ૧૦૬ થયો છે. ગાંધીનગરમાં ૩૮ સાથે ૧૮૩૮ કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૬૩ અને જીલ્લામાં ૩૬ સાથે ૯૯ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨ ના મોત સાથે મૃત્યુઆંક ૬૦ થયો છે.દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના ૬૪૫૫૩ નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ કોરોના સંક્રમણની કુલ સંખ્યા પણ ૨૪,૬૧,૧૯૦ થઈ છે. ગત ૨૪ કલાકમાં ૧૦૦૭ લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે તો રિકવરી રેટ પણ ૭૦.૭૭% થઈ ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.