ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: સુરત-રાજકોટમાં પોઝિટિવ કેસ નોંધાયા

પ્રતિકાત્મક
અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાઈરસે દસ્તક આપી દીધી. રાજ્યમાં બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ અને સુરતમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી છે. કોરોનાને લઈને સુરતમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં મક્કાથી પરત ફરેલા એક વ્યક્તિ ને શંકાસ્પદ કેસ તરીકે હાલ સિવિલના અલગ ઉભા કરેલા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ દર્દી નો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ વધુ ચકાસણી માટે પુના મોકલ્યું છે. આ કેસ પોઝિટિવ આવે તેવી શકયતાને લઈને આરોગ્ય વિભાગની 40 ટિમ તે રહે છે. તે જંગલેસ્વર વિસ્તારમાં ત્રાટકી છે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. દરમિયાન કોર્પોરેશને ફન વર્લ્ડ , બગીચાઓ અને જિમ બંધ કરવાનો નિર્ણય લીધો છે.